મોડાસામાં ભાજપની સભા પહેલાં પાટીદારોનો હોબાળો, ઋત્વિજે હાર્દિક પટેલ વિશે કરી શું કોમેન્ટ કે વિરોધ થયો ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે વિરોધ કરી રહેલા 32 પાટીદારોની અટકાયત કરી હતી. પાટીદારોના વિરોધ અંગે નિવેદન આપતાં ઋત્વિજ પટેલ કહ્યું કે, પાટીદારો અમારી સાથે છે અને પાંચ-સાત કોંગ્રેસ પ્રેરીત પાટીદારો ભાજપનો વિરોધ કરે તેને વિરોધ ન કહેવાય. તેણે તમામ પાટીદારો ભાજપ તરફી હોવાનો હુંકાર કર્યો હતો.
મોડાસા: મોડાસામાં શનિવારે યુવા ભાજપ દ્વારા વિજય ટંકાર સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં યુવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલના અધ્યક્ષસ્થાને શહેરમાં વિજય ટંકાર રેલી કાઢવામાં આવી હતી પણ રેલી સભા સ્થળે પહોંચે તે પહેલાં જ પાટીદારોએ વિરોધ કરીને હોબાળો મચાવતાં ભાજપે ઝડપથી સભા સંકેલવી પડી હતી.
તેમણે જણાવ્યું કે, પાટીદાર અનામત આંદોલન અને બીજા આંદોલનો કોંગ્રેસ પ્રેરિત છે. ભારતમાં વિકાસ આગળ વધી રહ્યો છે. માટે કોંગ્રેસ હતાશ થઇ રહી છે અને ભાજપના વિકાસ સાથે ટક્કર લઇ શકે તેમ ન હોવાથી એજન્ટો બજારમાં ઉતારી ગુજરાતના વિકાસ શાંતિ સલામતીને તોડવામાં પડ્યા છે.
ઋત્વિજ પટેલે પાસ કન્વીનર હાર્દિકની ચાલી રહેલી સંકલ્પ યાત્રા વિશે કહ્યું કે, હાર્દિક સંકલ્પ સારો લે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. આ નિવેદન સામે પણ સભામાં વિરોધ થયો હતો. વિજય ટંકાર સંમેલનનો વિરોધ કરનારા પાટીદારોને મોડી સાંજે પોલીસે છોડી મૂક્યા હતા.
પોલીસે 32 પાટીદારોની અટકાયત કરી હતી. ત્યારબાદ ઋત્વિજ પટેલે સંમેલન દરમિયાન પોતાનું વ્યક્તવ્ય આપતાં અરવલ્લી જિલ્લાની તમામ બેઠકો ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.તેમણે જણાવ્યુ કે, મુઠ્ઠી વાળી રાખજો કારણ કે, ખૂલ્લા હાથને તો દેશવટો આપવાનો છે.
આ રેલી શહેરના માલપુર રોડ- મેઘરજ રોડ અને કોલેજ રોડ પર કાઢવામાં આવી હતી. આ રેલી સભા સ્થળે પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો સભા સ્થળે દોડી આવ્યા હતા અને જય સરદારના ભારે સૂત્રોચ્ચાર કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. તેના કારણે હોબાળો મચી ગયો હતો.
ગુજરાત ભરમાં યુવા ભાજપ દ્વારા વિજય ટંકાર યુવા સંમેલનો રાખવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસા ખાતે શનિવારે વિજય ટંકાર સંમેલન રાખવામાં આવ્યું હતું. આ સંમેલન પહેલાં યુવા ભાજપ પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલની ખુલ્લી જીપમાં રેલી કાઢી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -