લખતરમાં 12 પાટીદારોની કરાઈ ધરપકડ, જાણો સરકાર સામે શેનો કરી રહ્યા હતા વિરોધ?
બીજી તરફ વઢવાણ તાલુકામા્ં નર્મદા રથના વિરોધ બાદ લખતર પંથકમાં નર્મદા રથનો વિરોધ થતા રાજકીય ગરમાવો ફેલાયો છે. નર્મદા રથ લખતર તાલુકામાં પહોંચતા ભાજપ દ્વારા સ્વાગત કરાયુ હતું.
નર્મદા રથ તાલુકા મથકો પર દરરજો ગામડાઓમાં ફેરવવાની સરકારી અધિકારીઓ દોડધામ કરી રહ્યાં છે. પરંતુ નર્મદા રથનાં સ્વાગતમાં ગ્રામજનો કરતા ભાજપના કાર્યકરો વધુ જોવા મળે છે.
જેના કારણે પોલીસે વિરોધ કરી રહેલા 12જેટલા પાટીદારોની ધરપકડ કરી હતી. લખતરમાં નર્મદા રથનો વિરોધ અને પોલીસ અટકાયતને લીધે ભારે ગરમાવો ફેલાયો છે. સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રીએ નર્મદા મહોત્સવ અંતર્ગત નર્મદા રથનો પ્રારંભ કરાવ્યો હતો.
સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ નર્મદાનો લાભ લખતર પંથકને પ્રાપ્ત થયો છે. નર્મદા મહોત્સવ અંતર્ગત નર્મદા રથ રવિવાર લખતર પહોંચ્યો ત્યારે સાંસદ, ધારાસભ્ય સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લખતરનાં પાટીદારોએ યાત્રાનો વિરોધ કરી તેને રોકી દીધી હતી.
લખતરઃ લખતમાં 12 જેટલા પાટીદારોની ધરપકડ કરવામાં આવી છે. નર્માદા મહોત્સવ અંતર્ગત રવિવારે રથ લખતર પહોંચ્યો હતો જ્યાં પાટીદારોએ વિરોધ કરતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.