જામનગરમાં પાટીદારોએ યોજ્યું હાર્દિક પટેલનું બેસણું, કેવી રીતે કર્યો વિરોધ, જાણો વિગતે
તેમ છતાં હાર્દિક એવું કયે છે કે આખો પાટીદાર સમાજ એની સાથે છે અને એના કહેવાથી પાટીદાર સમાજ ૨૦૧૭ ની ચૂંટણી માં ભાજપ ને સત્તા માંથી ઉખેડી ફેંકસે અને પપ્પુ ની સરકાર બનાવશે. અમને એની આ વાત સાથે વાંધો છે. પાટીદાર સમાજ ના લોકો સમજદાર છે અને કોને મત આપવો એ સારી રીતે જાણે જ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલ અંગત રીતે કોંગ્રેસ ને સપોર્ટ કરી શકે છે એનો અમને વાંધો નથી પરંતુ એ પહેલાં હાર્દિક પટેલ એના પપ્પુ પાસે જાહેર કરાવે કે એની સરકાર આવશે તો પાટીદારોને અનામત આપશે તો કદાચ પાટીદાર સમાજ પણ સાથ આપે. હકીકતે પપ્પુ ના એજન્ડા માં અનામત આપવાની વાત ક્યાંય છે જ નહીં.
જે તે સમયે હું પાસ અને એસપીજી નો જામનગર નો હોદ્દેદાર રહેલો છું. પણ ધીરે ધીરે અંદાજ આવ્યો કે અનામત તો માત્ર બહાનું છે સાચો એજન્ડા તો કૉંગ્રેસને સત્તા ઉપર લાવવાનો છે. એટલે અમે આંદોલન માંથી ખસી ગયેલા.
કારણ કે વર્ષો પહેલા નો સેંકડો વીઘા જમીન નો મલિક એવો પાટીદાર આજે ફક્ત 25 વીઘા જમીન નો માત્ર નામનો ખાતેદાર રહ્યો છે. એટલે કે ગરીબ બન્યો છે. આવા સંજોગોમાં એમને ભણતર અને નોકરીમાં અનામત ની જરૂર જણાયેલ અને એટલે જ આ આન્દોલન ને પ્રચંડ જન સમર્થન મળેલ અને અમે પણ આ આંદોલનમાં જોડાયેલ.
આટલું જ નહીં કાર્યક્રમમાં પાટીદાર યુવાનોએ હાર્દિકની તસ્વીર પાસે ચંપ્પલો રાખ્યા હતા અને બાદમાં હાર્દિકના ફોટા પર ચંપ્પલો માર્યા હતાં. પાટિદાર આન્દોલન સાથે સંકળાયેલા એક યુવાને જણાવ્યું હતું કે, હું એક પાટીદાર ના દીકરા તરીકે આજે મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે આજથી આશરે ૨ વર્ષ પહેલા પાટીદારોને અનામત અપાવવા માટે નું એક આનંદોલન શરુ કરવામાં આવેલું.
જામનગર: આશરે ૨ વર્ષ પહેલા પાટીદારોને અનામત આપવા માટે અનામત આંદોલન શરુ કરવામાં આવ્યું હતું.જેને પ્રચંડ જન સમર્થન મળ્યું હતું.પરંતુ આ બાદ ધીમે ધીમે આંદોલન પાછળ રાજનીતિનો કરતા હોવાનો આક્ષેપ જામનગરના પાટીદાર યુવાનોએ કરી શનિવારના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો હતો. જેમાં પાટીદાર યુવાનોએ હાર્દિક પટેલને મૃત જાહેર કરી તેનું ઉઠમણું રાખ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -