ચોટીલામાં કોળી સમાજનું સંમેલન, PM મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરી શું કહ્યું? જાણો
જસદણની પેટાચૂંટણીમાં વિજેતા બનેલા રાજ્યનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું આજે ચોટીલાના સાંગાણીમાં અખિલ ભારતીય કોળી સમાજ સન્માન કરી રહ્યો છે. આ સંમેલનમાં 13 જિલ્લાના લગભગ સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પીએમ મોદી પણ વીડિયો કોન્ફરન્સથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. પીએમ મોદીએ કોળી સમાજને સંબોધન કરતા જણાવ્યું કે, કોળી દેશની પ્રાચીન સમયની જાતિ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગર: આજે સૌરાષ્ટ્રના ચોટીલામાં કોળી સમાજનું સંમેલન યોજાયુ હતું. સાંગાણી ગામે કોળી સમાજનું સંમેલન યોજાયુ હતું. જેમા કોળી સમાજ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, જીતુ વાઘાણી સહિત કુંવરજી બાવળીયાએ હાજરી આપી હતી. આ સંમેલનને પ્રધાનમંત્રી મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું.
પીએમ મોદીએ કહ્યું, કોળી સમાજ વિશાળ સંખ્યામાં પ્રસરાયેલો છે, ગુજરાતમાં કોળી સમાજ દરિયાકાંઠાના વિસ્તારમાં વસે છે. પીએમ મોદીએ કહ્યું, કોળી સમાજના લોકો મહેનતું હોય છે, કોળી સમાજમાં સામાજીક એકતા હોય છે. ગુજરાતમાં કોળી સમાજની નોંધપાત્ર વસ્તી છે. કોળી સમાજ આગળ વધે તે માટે આ પ્રકારના સંમેલન જરૂરી છે. શિક્ષણ ક્ષેત્રે સમાજ પાછળ, સમાજને શૈક્ષણિક રીતે આગળ લઈ જવાનો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -