ઇઝરાયલના PMએ મોદી સાથે પતંગ ચગાવ્યો, ગાંધી આશ્રમની પણ લીધી હતી મુલાકાત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં છેલ્લાં બે વર્ષમાં ચીન અને જાપાનના વડાપ્રધાન આવી ચૂક્યા છે. હવે આજે ઈઝરાયલના વડાપ્રધાન અમદાવાદના મહેમાન બન્યા હતા. એટીએસનાં સૂત્રોનું કહેવું છે કે, નેતન્યાહૂને વિશ્વવ્યાપી ત્રાસવાદી સંગઠનોથી ખતરો હોવાથી સિક્યુરિટી પણ તે પ્રમાણેની ગોઠવવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂના રોડ-શો દરમિયાન સમગ્ર રૂટ પર કુલ 75 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ સ્ટેજ પર ભારતનાં તમામ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવી હતી. ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતાં પ્રાચીન-અર્વાચીન ગરબા, મેહર રાસ તથા દાંડિયા રાસ રજૂ કરાયા હતા.
અમદાવાદ: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ આજે અમદાવાદના મહેમાન બન્યા છે. નેતન્યાહૂ અને વડાપ્રધાન મોદીએ રિવરફ્રન્ટ પર પતંગ ચગાવ્યો હતો. નેતન્યાહૂના પત્નીએ પણ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. આ અગાઉ બંન્ને નેતાઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં ઇઝરાયલના નેતન્યાહૂએ ચરખો ચલાવ્યો હતો.
અમદાવાદના મહેમાન બનેલા ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાબરમતી ખાતે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં નેતન્યાહૂએ રેટીંયો કાંત્યો હતો. નેતન્યાહૂએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી હતી. સાથે મોદી અને નેતન્યાહૂએ હ્રદયકુંજની મુલાકાત લઇ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -