ગુમ થયા બાદ મીડિયા સામે આવ્યા પ્રવિણ તોગડિયા, રડતા રડતા કહ્યું મારું એન્કાઉન્ટર કરવાનું ષડયંત્ર
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાત્રે 11 કલાકથી લાપતા વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયા બેભાન હાલતમાં અમદાવાદ એરપોર્ટ પાસે મળી આવ્યા હતા. શાહીબાગની ચંદ્રમણી હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 8:30 વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્સ દ્વારા 108ને ફોન કરવામાં આવ્યા હતો. ત્યારબાદ 9:10 વાગ્યે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા હોસ્પિટલ પાસે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના ટોળા ઉમટી પડ્યા છે. હોસ્પિટલના ડોક્ટર રૂપકુમાર અગ્રવાલ દ્વારા માહિતી આપવા આવી કે પ્રવિણ તોગડિયાનું સુગર લેવલ ડાઉન થઇ ગયું હતું અને અત્યારે તેમની તબિયત સ્થિર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રવિણ તોગડિયા રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે, હું સામેથી કોર્ટ સમક્ષ હાજર રહીશ. મારી પાસે કોઈ ગેરકાયદેસર સંપત્તિ નથી. ઘટાની વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, હું એરપોર્ટ જવા નીકર્યો ત્યારે રસ્તામાં મારો શ્વાસ રૂંધાયો પછી શું થયું તેની મને ખબર નથી. તેમણે કહ્યું કે હું જયપુર અથવા દિલ્હી જવાનો હતો.
તોગડિયાએ વધુમાં કહ્યું કે, હું સવારે જ્યારે પૂજાપાછ કરી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિ મારા રૂમમાં આવ્યો અને કહ્યું કે આ બધુ મુકો અને કહ્યું કે તમારું એનકાઉન્ટર કરવા લોકો નીકળી ગયા છે. મને ફોન આવ્યો કે સોલા પોલીસ સ્ટેશનથી રાજસ્થાન પોલીસનો કાફલો ગુજરાત પોલસીના સહયોથી નીકળ્યો છે.
અમદાવાદઃ વાસી ઉતરાયણ એટલે કે ગઈકાલે સવારે 9 કલાકે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયા પાલડી શાખા ખાથેથી ગુમ થયા બાદ રાત્રે 11કલાકે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જોકે તેમનું અપહરણ થયું હતું કે પોલીસ દ્વારા ધરપકડ થાય તેનાથી બચવા જાતે જ ચાલ્યા હતા તેના પરથી ખુદ તેમણે જ આજે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો છે. પ્રવિણ તોગડિયાએ કહ્યું કે, ઘણા સમયથી મારો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
પ્રવિણ તોગડિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મારો અવાજ દબાવાવનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ હિન્દુઓની રામ મંદિર બનાવવાની માગણી, ખેડૂતો જેવા પ્રશ્નો માટે અવાજ ઉઠાવતો રહીશ અને હિન્દુ સંગઠનો માટે કામ કરતો રહીશ. સેન્ટ્રલ આઈટી મારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેના માટે જે કેસની જાણકારી મને પણ નથી તેવા કેસો ફરીથી શરૂ કરી રહ્યા છે.
જોકે કોઈ વિકટ પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે હું પૈસાનું પર્સ લઈને નજીક જે કાર્યકર હતા તેની સાથે નીકળી ગયો. રસ્તામાં મેં રાજસ્થાનના ગૃહ પ્રધાનનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે તમને પકડવા માટે અમે કોઈ પોલીસ મોકલી નથી. બાદમાં મારું લોકેશન ટ્રેસ ન થાય તે માટે મેં મારા બધા મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -