અંજારમાં PM મોદીએ LNGના પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ
ભૂજ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અંજારના સતાપરમાં 5 હજાર કરોડના LNGના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદીએ વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરીને કચ્છવાસીઓને અનેક ભેટ આપી હતી. આંતર રાજ્યોને સાંકળતા કુદરતી ગેસ પરિવહનના સૌથી લાંબા ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. સતાપરમાં GETCOના પ્રોજેક્ટના ઉદ્ઘાટનની સાથે GETCOના વિવિધ નાના સબ સ્ટેશનનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતુ.
પીએ મોદીએ કહ્યું, કચ્છ દેશ અને દુનિયાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દેશની સેવા કરવાનું કામ અને ગેસબેઝ ઈકોનોમી તરફ જવાનું છે. ગુજરાત જ નહીં દેશ માટે પણ આ ટર્મિનસ છે. નવી પેઢી આધુનિક ઈન્ફ્રાસ્ટક્ચર ઈચ્છે છે. ગુજરાતમાંથી જતો ગેસ ભવિષ્યમાં યુરિયાની આવશ્યકતાને પૂર્ણ કરશે. ભૂતકાળમાં ગેસ મેળવવા માટે નેતાઓના આંટાફેરા કરવા પડતાં હતા. સામાન્ય વ્યક્તિની જિંદગીમાં ગેસ આપ્યો છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કચ્છી ભાષામાં સંબોધન શરૂ કર્યું હતું. બાદમાં પીએમ મોદીએ ગુજરાતીમાં પોતાનું ભાષણ આપ્યું હતું. લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, દુનિયામાં કચ્છી ક્યાંય પણ રહેતો હોય એક વાર કચ્છ જરૂર આવે છે.