મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન પેટ્રોલમાં કેટલા રૂપિયાનો થઈ શકે છે ઘટાડો?
દેશના પેટ્રોલિયમ પ્રધાને બે દિવસ પૂર્વે રાજયોને પેટ્રોલ અને ડીઝલ પર લેવાતા વેલ્યુ એડેડ ટેકસમાં 5 ટકા સુધીનો ઘટાડો કરવા અપીલ કરી છે. તેને સમગ્ર દેશમાં સૌથી પહેલો પ્રતિસાદ ગુજરાતના મુખ્યપ્રધાને આપ્યો હતો. આ ઉપરાંત કેટલાક મહત્વના આર્થિક નિર્ણયોની જાહેરાત પણ રૂપાણી સરકાર કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ ઉપર સેસ સાથે કુલ વેટ 28 ટકા જેટલો વસૂલ થાય છે. 2014 પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વૈશ્વિક કારણો થતાં ઘટાડાને પગલે રાજયની ભાજપ સરકારે વેરાની આવકને જાળવી રાખવા માટે બન્ને પેદાશો પરના વેટ અને સેસના દરમાં વધારો કર્યો હતો. જાન્યુઆરી 2016માં પેટ્રોલ પરનો વેટ 23 ટકા અને 2 ટકા સેસમાં અનુક્રમે 1 ટકા અને 2 ટકાનો વધારો કરી કુલ 28 ટકા વેરો નિયત કર્યો હતો. ડીઝલ પરનો વેટ 21 ટકા અને 3 ટકા સેસ હતી, તે અનુક્રમે ૩ ટકા અને 1 ટકા વધારીને 28 ટકા વેરો નિયત કર્યો હતો.
જાન્યુઆરી, 2016માં આના કારણે પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે રૂપિયા 1.90 અને રૂ. 1.82 પ્રતિ લિટર મોંઘુ થયું હતું. ત્યારે પેટ્રોલ રૂ. 62 અને ડીઝલ રૂ.50 પ્રતિ લિટરની આસપાસ હતા. આજે પેટ્રોલ રૂપિયા 70 થી 71 તથા ડીઝલ રૂપિયા 62 થી 63ની આસપાસ છે. હવે સરકાર ચૂંટણી અનુલક્ષીને વેટમાં 5 ટકાનો ઘટાડો કરેતો સરેરાશ રૂ. 5 થી 6 જેટલો ઘટાડો પ્રતિ લિટર થઇ શકે છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી સહીત ભાજપના કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતના આટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. સૂત્રો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પરના વેટની જાહેરાત કરે તેવી તૈયારી હાલ ચાલી રહી છે. આગામી બે દિવસમાં ભાજપ સરકાર પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર રૂપિયા 4 થી 6નો ઘટાડો કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -