ગુજરાતમાં વેટ-એક્સાઈઝ ના હોય તો પેટ્રોલ 34, ડીઝલ 31 રૂપિયામાં મળે, જાણો કેટલો ટેક્સ લેવાય છે?
અમદાવાદઃ ચૂંટણી આવતાં જ સામાન્ય લોકોને રાહત આપવાના નામે પેટ્રોલ- ડીઝલના ભાવોમાં સાવ નજીવો ઘટાડો કરવાનાં નાટક શરૂ થયાં છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને આ રીતે લોકોને ઉલ્લુ બનાવે છે. સરકાર પેટ્રોલ-ડીઝલ પર જે કર લે છે તેનીની સરખામણીમાં આ રાહતની રકમ સાવ નાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાર્ચ 2017ના પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં ગુજરાતે પેટ્રોલ પરના વેટની રૂપિયા 7000.51 કરોડ, ડીઝલ પર લેવાતા વેટની આવક રૂપિયા 15581.79 કરોડ રૂપિયા તથા સીએનજી પર લેવાતા વેટની આવક રૂપિયા 1241.49 કરોડ હતી. ચાલુ નાણાંકીય વર્ષમાં પેટ્રોલ પર વેટની આવક વધીને 10,000 કરોડને આંબી જશે.
પેટ્રોલ- ડીઝલના ઊંચા ભાવને કારણે મોંઘવારીમાં સીધો વધારો થતો હોવાનું જોવા મળે છે કેમ કે ટ્રાન્સપોર્ટેશન માટે ડીઝલનો ઉપયોગ થાય છે. સરકાર પેટ્રોલ-ડીઝલની માફક જ સીએનજી અને પીએનજી પર પણ 15ટકાના દરે વેટ વસૂલે છે. આમ સીએનજીની કિલોદીઠ 48 રૂપિયાની કિંમતમાં રૂપિયા 7.20 વેટ વસૂલાય છે.
એ જ રીતે ડીઝલનો લિટરદીઠ ભાવ રૂપિયા 63.21 છે. તેમાં વેટ 12 રૂપિયા અને એક્સાઈઝ 17 રૂપિયા છે. આમ ડીઝલમાં પણ રૂપિયા 31ની પડતર કિંમત સામે 29 રૂપિયા ટેક્સ વસૂલાય છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝમાં કરેલો બે રૂપિયાનો ઘટાડો અપૂરતો છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલ પર કુલ 33 રૂપિયા ટેક્સ વસૂલે છે. તેમાં વેટ પેટે રૂપિયા 14 અને એક્સાઈઝ ડયૂટી પેટે રૂપિયા 19 લેવામાં આવી રહ્યા છે. તેના કારણે પેટ્રોલનો ભાવ પડતર કિંમત કરતાં પણ વધી જાય છે. હાલમાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂપિયા 70ની આસપાસ છે.
જાણીને આઘાત લાગશે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પચાસ ટકા કરતાં વધારે રકમ તો કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા સરકારી વેરાઓ અને ડીલરના કમિશનની છે. આ ત્રણેયને બાદ કરવામાં આવે તો પેટ્રોલની લિટરદીઠ પડતર કિંમત માત્ર 34 રૂપિયા થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -