Happy Birthday PM: આજે 67માં જન્મદિવસે મોદીએ લીધા માતાના આશીર્વાદ, વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી
મુંબઈમાં સમુદ્ર કિનારે આર્ટિસ્ટ સુદર્શન દ્વારા પીએમ મોદીના જન્મદિવસ પર સ્કલ્પચર આર્ટ દ્વારા રેતીપર બનાવવામાં આવેલ કલાકૃતિ.
66માં જન્મદિવસ પર કોલકાતામાં જાણીતા પેન્ટર પર્થ દાસ દ્વારા પીએમ મોદીનું પોટ્રેટ.
આજે મોદી ગાંધીનગરના રાયસણ ખાતે પોતાના લઘુબંધુ પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચી માતા હીરાબાના આશીર્વાદ મેળવશે. વડાપ્રધાન બન્યા બાદ મોદી વર્ષ 2014માં પણ પોતાના જન્મ દિને માતા હીરાબાના આશીર્વાદ લેવા આવ્યા હતા. ગત વર્ષે આ ક્રમ તૂટ્યો હતો. દર વર્ષે પોતાના જન્મદિને ગાંધીનગરના પંચદેવ મંદિરે દર્શન કરવાની પરંપરા આ વર્ષે પણ મોદી જાળવે તેવી શક્યતા છે. ઉપરાંત પોતાના ભાઇ પ્રહલાદ મોદીની પુત્રીનું અવસાન થયું હોવાથી અમદાવાદના બોપલ ખાતે તેના નિવાસસ્થાનની મુલાકાત લે તેવી પણ શક્યતા છે.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રાત્રે નવ કલાક આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. રાજ્યપાલ કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ભાજપના હોદ્દેદારો અને મંત્રીઓએ તેમનું દબાદબા અને હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યુ હતું. મુખ્યમંત્રી રૂપાણીએ કેસરિયો સાફો પહેરાવીને વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતું.
શુક્રવારે એરપોર્ટ પર મોદીનું ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ સ્વાગત કર્યું હતું.