ઓખા-બેટ દ્વારકા વચ્ચે બનનારા સિગ્નેચર બ્રિજનું ખાતમુહૂર્ત કરશે મોદી, જાણો શું છે તેની ખાસિયતો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓખા-બેટ દ્વારકા વચ્ચે નિર્માણ પામનારા સિગ્નેચર બ્રિજનું ભૂમિપૂજન કરશે. કેન્દ્ર સરકારે ઓગસ્ટ મહિનામાં આ બ્રિજ બનાવવાની મંજૂરી આપી હતી. આ માટે કેન્દ્ર સરકારે 926 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, બ્રિજનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર આપશે.
વધુમાં નીતિન પટેલે જણાવ્યું કે, 3.75 કિ.મી. લાંબો આ પુલ 27.20 મીટરનો ફોરલેનનો બનશે. તેના પર 2.5 મીટરની પહોળી ફૂટપાથ બનશે. આ ફૂટપાથ પર સોલર પેનલ લગાવાશે. આ પુલ વચ્ચે તારથી બાંધીને બે ઊંચા ટાવરો( પાયલોન ) ઊભા કરાશે. તેની ઊંચાઇ 150 મીટર રહેશે. આ બે પાયલોનની વચ્ચે અડધો કિ.મી. પહોળાઇ રહેશે.
આ દેશનો પ્રથમ સૌથી મોટો ઝૂલતો પુલ હશે. 30 મહિનામાં બ્રિજની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેવું સરકારે જણાવ્યું હતુ. મોદી બ્રિજનું ખાતમૂહર્ત કરશે ત્યારે તેની ખાસિયતો શું છે તેની જાણકારી આપવામાં આવી છે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે 20 લાખથી વધુ યાત્રાળુઓ બેટ દ્વારકાના દર્શને આવે છે. ઉપરાંત સ્થાનિક 8 હજાર રહીશોને દ્વારકાથી ઓખા જવા માટે ફરજિયાત હોડીનો જ ઉપયોગ કરવો પડતો હતો. પરંતુ આ પુલ બની ગયા પછી સ્થાનિક રહીશોના અનેક પ્રશ્નોનો ઉકેલ આવી જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -