✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

7 વર્ષીય બાળકી પર બળાત્કાર કરનારને કોર્ટે ફટકારી ઐતિહાસિક સજા, જાણો કોર્ટે શું કહ્યું.....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Apr 2017 11:20 AM (IST)
1

જો કે, આરોપી તરફે એવી દલીલ થઇ હતી કે, ઘરમાં જ એક કમાનાર છે, ઘરનો આંતરિક વિવાદ હતો તેથી ફરિયાદ થઇ છે કોર્ટે માનવતા દાખવી ઓછી સજા કરવી જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપી જીવે ત્યાં સુધી (આજીવન) જેલમાં રાખવાનો આદેશ કર્યો છે.

2

ત્યારબાદ સરકારી વકીલ આનંદ ગુલાબાનીએ લેખિત દલીલ આપતા જણાવ્યું હતું કે, આરોપીને ભોગબનનારે ઓળખી બતાવ્યો છે, ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપીએ માસુમ બાળકી પર બળાત્કાર ગુજાર્યાના મેડિકલના પુરાવા છે ઉપરાંત ભોગબનનારની જુબાની પણ છે ત્યારે આવા કેસમાં આરોપીને સખતમાં સખત સજા થવી જોઇએ.

3

તેથી રોશનકુમાર તેને શોધી રહ્યા હતા ત્યારે સીમમાં એક યુવક તેને મૂકી ભાગી રહ્યો હતો. પરંતુ ધ્યાનથી જોતા તે તેમનો પાડોશી ૨૦ વર્ષીય લક્ષ્મણજી ઉર્ફે બબલી કાનાજી ઠાકોર હતો. ત્યારે નેહાએ જણાવ્યું હતું કે, મને કુદરતી હાજતે જવાનો રસ્તો બતાવાનું કહી મને માર મારી મારી સાથે ગંદુ કામ કર્યું. ત્યારબાદ આ મામલે ફરિયાદ થતા પોલીસે આરોપીને ઝડપી જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસમાં પહેલા સરકારી વકીલ જે.સી.પટેલે સાક્ષીઓ તપાસવાના શરૂ કર્યા હતા.

4

મૂળ ઉત્તરપ્રદેશના રોશનકુમાર (નામ બદલ્યું છે) બોપલ એક બંગ્લામાં સેન્ટિંગનું કામ કરતા હતા અને ૭ વર્ષીય નેહા બાળકી, સહિત ત્રણ સંતાન અને પરિવાર સાથે રહેતા હતા. ૮ નવેમ્બર ૨૦૧૩ના રોજ રોશનકુમારના ત્રણે સંતાન દિવાળીનો દિવસ હોવાથી ઘરે હતા. તેઓ ત્રણેય તે દિવસે કુદરતી હાજતે બહાર ગયા હતા. જેમાંથી બે સંતાન પરત આવ્યા હતા જો કે, ૭ વર્ષિય બાળકી પરત આવી ન હતી. ઘરે પરત આવેલા સંતાનોએ જણાવ્યું હતું કે, એક ભાઇ નેહાને ઉપાડી ગયા છે.

5

અમદાવાદઃ બોપલમાં રહેતી 7 વર્ષીય બાળકીને ઉપાડી જઈ તેના પર બળાત્કાર ગુજારવાના આરોપમાં પોક્સો કોર્ટે આરોપીને જીવે ત્યાં સુધી જેલમાં રાખવાની ઐતિહાસિક સજા ફટકારી છે. ઉપરાંત 656 હજાર રૂપિયા દંડ પણ ફટકાર્યો છે. આ દંડમાંથી 50 હજાર રકમ ભોગ બનનારને આપવાનો આદેશ પણ કર્યો છે. કોર્ટે નોંધ્યું કે આ ગંભીર ગુનો છે માટે આરોપીને સજા થવી જ જોઈએ. પોકસો એકટ અમલમાં આવ્યા બાદ જીવે ત્યાં સુધી જેલમાં રાખવાની સજા થઇ હોય તેવો ગુજરાતનો આ પ્રથમ કિસ્સો છે.

  • હોમ
  • ગુજરાત
  • 7 વર્ષીય બાળકી પર બળાત્કાર કરનારને કોર્ટે ફટકારી ઐતિહાસિક સજા, જાણો કોર્ટે શું કહ્યું.....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.