જૂનાગઢઃ કોન્સ્ટેબલે બસમાં પાસે બેઠેલી યુવતીનાં અંગોને સ્પર્શીને લીધી શારીરિક છૂટછાટ ને..........
આ સિવાય ઉના નજીક તપાસ દરમિયાન જતી વખતે એક મહિલાની છેડતી કરતા લોકોએ રૂમમાં પુરી દીધો હતો પરંતુ આ અંગે હજુ સુધી તેની સામે કોઇપણ ફરિયાદ નોંધાઇ નહોતી. આ વખતે બસના ડ્રાઈવરે ફરિયાદ કરતાં તેણે જેલની હવા ખાવાન વારો આવ્યો છે.
એએસપી સંજય ખરાતે સમગ્ર ઘટનાની તપાસ કરી પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાલીદાસ દોમડીયા આવું ઘણી જગ્યાએ કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે અગાઉ ખોડીયાર માતાજીનાં મંદિર ખોડલધામ ખાતે પણ એક મહિલાની છેડતી દરમિયાન લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.
કેશોદ: જૂનાગઢથી ખાનગી બસમાં અપડાઉન કરતી અને કેશોદ સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ કચેરી ખાતે સંશોધન મદદનીશ તરીકે કોન્ટ્રાકટ બેઈઝ પર કામ કરતી યુવતીની કેશોદના ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે છેડતી કરતાં બસ મુસાફરો સાથે વંથલી પોલીસ સ્ટેશને પહોંચી હતી.
જો કે આ કોન્સ્ટેબલ ઓકટોબર માસથી આ રીતે છેડતી કરતો હોવાથી ડ્રાઇવર ઇકબાલભાઇએ બસ સીધી વંથલી પોલીસ સ્ટેશને લઇ લીધી હતી અને આ કોન્સ્ટેબલને પોલીસને હવાલે કર્યો હતો. મુસાફરો સાથે પોલીસ સ્ટેશને પહોંચેલી ખાનગી બસનાં લોકોએ આ કોન્સ્ટેબલ સામે રોષ ઠાલવ્યો હતો.
કોન્સ્ટેબલે વાડલા ફાટક નજીક આ યુવતીનાં ખભા પર હાથ અડાડી છેડતી કરતા બસનાં કંટક્ટર રાકેશ ડાંગરે અમારા મહિલા પેસેન્જરની છેડતી કેમ કરો છો એવું કહેતાં કોન્સ્ટેબલ કાલીદાસે ભુલમાં છાપુ અડી ગયું હશે એમ કહી બચાવ કર્યો હતો.
આ યુવતી શનિવારે સવારે ટીંબાવાડીથી સોનલકૃપા જીજે-14-ડબલ્યુ-0636 નંબરની બસમાં કેશોદ જવા માટે નિકળી હતી ત્યારે જૂનાગઢમાં રહેતો અને કેશોદ ટ્રાફિક પોલીસમાં કામ કરતો કોન્સ્ટેબલ કાલીદાસ દોમડીયા મોતીબાગથી આ બસમાં ચઢ્યો હતો.
પોલીસે આ કોન્સ્ટેબલ સામે યુવતીનાં શરીરને સ્પર્શ કરી અડપલાં અને છેડતી કરી જાતિય હુમલો કર્યા અંગે ફરિયાદ નોંધી છે. કોન્સ્ટેબલે યુવતીને અયોગ્ય રીતે સ્પર્શીને શારીરિક છૂટછાટ લેવા પ્રયત્ન કરતાં ડ્રાઈવરે બસને સીધી પોલીસ સ્ટેશને લઈ જઈ તેને પાઠ ભણાવવાની હિંમત બતાવી હતી.
આ અંગે પોલીસમાંથી મળતી પ્રાપ્ત વિગત મુજબ આ યુવતી મૂળ રાજકોટની છે અને હાલ જૂનાગઢમાં તેના નાનાને ઘેર રહે છે. યુવતી કેશોદ સબડિવીઝનલ મેજીસ્ટ્રેટ કચેરીમાં સંશોધન મદદનીશ તરીકે 6 માસથી કોન્ટ્રાકટ બેઇઝ પર કામ કરે છે અને જૂનાગઢથી કેશોદ અપડાઉન કરે છે.