અમદાવાદ: જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલની બંધ બારણે યોજાઈ બેઠક, કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા, જાણો વિગતે
જ્યારે જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિા પર લખ્યું હતું કે મારી અને હાર્દિક પટેલની શુભેચ્ચા મુલાકાત થઈ હતી જેમાં અનામત, ખેડૂત અને યુવાનોની બેરોજગારી મુદ્દે ચર્ચા થઈ હતી જેની મેં ખાતરી આપી છે કે હું આ તમામ મુદ્દાઓ વિધાનસભામાં ઉઠાવીશ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે પુછતા હાર્દિકે પટેલે જણાવ્યું હતું કે, હું હાલ મિટીંગમાં છું જેથી થોડીવાર પછી વાત કરું, પરંતુ મેવાણીએ કોઇ જવાબ આપ્યા ના હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર જિજ્ઞેશ મેવાણી વડગામથી મેઘાણીનગર જવાને બદલે સીધો હાર્દિક પટેલને મળ્યો હતો. જ્યાં હાર્દિક પટેલે શુભેચ્છા આપી હતી.
વિધાનસભાના પરિણામ બાદ અમદાવાદમાં હાર્દિક પટેલ અને વડગામના વિજયી ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીએ બંધ બારણે એક કલાક સુધી ચર્ચા કરી હતી.
વિધાનસભાની ચૂંટણીમાં વડગામથી જિજ્ઞેશ મેવાણી જીત બાદ વિધાનસભામાં કઇ રીતનો રોલ હશે તે અંગે પણ હાર્દિકે સલાહ આપી હોવાનુ સૂત્રોએ જાણાવ્યુ છે. હાર્દિક અને જિજ્ઞેશ મેવાણીએ અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી.
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપે 99 બેઠક સાથે જીત મેળવી છે જ્યારે કોંગ્રેસની 77 બેઠકો મળી હતી. જેમાં બનાસકાંઠાના વડગામ બેઠક પરથી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવીને જીત મેળવેલ જીજ્ઞેશ મેવાણી અને પાસ નેતા હાર્દિક પટેલ વચ્ચે શુભેચ્છા મુલાકાત થઈ હતી. સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીની બંધ બારણે મીટિંગ પણ થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -