મુખ્યમંત્રી રૂપાણીએ ક્યા સમાજને ‘પરચૂરણ’ કહેતાં ભડક્યો આક્રોશ, રૂપાણીનું પૂતળાદહન કરાયું, જાણો વિગત
પ્રજાપતિ સમાજના યુવકો એ ભેગા મળી અને મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યો હતો. મુખ્યમંત્રીના પૂતળાનું દહન પણ કર્યું હતું. જ્યારે પોલીસે 6 જેટલા યુવકો ની અટકાયત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વાત સાંભળીને અગ્રણીઓ ચોંકી ઉઠ્યા હતા. આ વાત ગુજરાતમાં વાયુવેગે પ્રસરતા પ્રજાપતિ સમાજમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. જેના ભાગરૂપે આજે વડોદરાના સમાં વિસ્તારમાં પ્રજાપતિ સમાજ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.
જ્યાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાપતિ સમાજ માંથી ઉમેદવારી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. રજૂઆત સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમાજ ના પ્રતિનિધિ મંડળ સામે જ 'પ્રજાપતિ સમાજ તો પરચુરણ સમાજ છે' તેમ બોલી ઉઠયાં હતા.
મળતી માહિતી અનુસાર 10 નવેમ્બરે સુરતમાં મહેસાણા જિલ્લાના પ્રજાપતિ સમાજના અગ્રણી ડાહ્યાભાઈ પ્રજાપતિ સહિત સમાજના અન્ય આગેવાનો મુખ્યમંત્રી ને મળવા પહોંચ્યા હતા.
વડોદરા: વડોદરામાં પ્રજાપતિ સમાજ દ્વારા મુખ્યમંત્રીનું પૂતળું બાળી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા પ્રજાપતિ સમાજને પરચુરણ સમાજ કહેતા અગ્રણીઓ ભડક્યા હતા અને તેના વિરોધમાં પૂતળું બાળવામાં આવ્યું હતો. ઉલ્લેખનીય છે કે, પ્રજાપતિ સમાજમાંથી ઉમેદવારી મળે તેવી માંગણી સાથે એક પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળવા ગયું હતું ત્યારે મુખ્યમંત્રીએ આવો જવાબ આપ્યો હતો જેથી પ્રજાપતિ સમાજમાં ગુસ્સો વ્યાપી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -