✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રાંતિજમાં સગી જનેતાએ દિકરીને દેહવેપારમાં ધકેલી, અનેકવાર દુષ્કર્મ આચરાયું, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Mar 2018 02:15 PM (IST)
1

કિશોરીએ અભયમ આગળ વ્યક્ત કરેલ દર્દનાક વિગતો એવી છે કે, કિશોરી જ્યારે નાની હતી ત્યારે તેના પિતા મૃત્યુ પામ્યા હતાં ત્યાર બાદ તેની માતાએ બીજા લગ્ન કરતાં કિશોરી તેના ફોઇને ત્યાં રહેતી હતી. ત્યાં તેની સાથે દુષ્કર્મ આચરાયા બાદ ઝઘડો પણ થયેલો અને કિશોરીને તેની માતા લઇ ગઇ હતી. ત્યારબાદ તેની માતા અને પિતા તેને હિંમતનગર, પ્રાંતિજ અને અમદાવાદના ગેસ્ટ હાઉસમાં લઇ જતા હતા.

2

સગીરાએ 181 પર ફોન કર્યા ત્યારબાદ શુક્રવારે બપોરે અભયમના મહિલા કાઉન્સીલર બીનલ પટેલ તેમની ટીમ સાથે કિશોરીના ઘેર પહોંચીને વિગતો મળેવી હતી અને બાદમાં પ્રાંતિજ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

3

અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ધ્રૂણાસ્પદ ઘટના સામે આવી છે. શહેરમાં સગીરવયની દિકરીને સગીજનેતા અને સાવકા પિતા દ્વારા દેહવિક્રયના દોઝખમાં ધકેલી દેવામાં આવી, આ દોઝખથી કંટાળી ગયેલી સગીરાએ જ્યારે 181ને જાણી કરી ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પ્રાંતિજ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

4

કિશોરીએ જણાવેલ કે, પાણી સાથે કોઇ દ્રવ્ય મિલાવીને પીવડાવી દેતા જેથી તેને કંઇ ખબર નહોતી પડતી. કિશોરીએ ર્ડાક્ટર પાસે લઇ જઇ ગર્ભપાત કરાવ્યાનો અને ટેબલેટ આપવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

5

કિશોરીને પ્રાંતિજ પોલીસે હિંમતનગર નારી કેન્દ્રમાં મોકલી છે. પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ગેસ્ટહાઉસો અને ગર્ભપાત કરનાર તબીબની તપાસ થવી જરૂરી બની રહી છે.

6

  • હોમ
  • ગુજરાત
  • પ્રાંતિજમાં સગી જનેતાએ દિકરીને દેહવેપારમાં ધકેલી, અનેકવાર દુષ્કર્મ આચરાયું, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.