કોંગ્રેસે હજુ ઉમેદવારો જાહેર નથી કર્યાં ત્યારે છોટાઉદેપુર બેઠક ઉપરથી કોણે કર્યો ટિકિટ મળ્યાનો દાવો, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે હજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા એકપણ બેઠકના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી, તો કંઈ રીતે સંગ્રામ રાઠવા દ્વારા પોતાની પસંદગી થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે? સંગ્રામના આ નિવેદનથી છોટાઉદેપુર કોંગ્રેસના કાર્યકરોમાં ખળભળાટ અને ચર્ચાનો વિષય બન્યો છે. જોકે હાલમાં બેઠક ઉપરથી વિરોધ પક્ષના નેતા મોહનસિંહ રાઠવાને એક મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકારણ કે સંગ્રામ રાઠવાએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મારું નામ જાહેર કરવામાં આવ્યું છે. જેથી તેમનો હું ખૂભ આભારી છું જેમણે 137 છોટાઉદેપુર વિધાનસભા બેઠક માટે મારી પસંદગી કરવામાં આવી છે.
જેઓ છોટાઉદેપુર પાલિકા પ્રમુખ અને બરોડા ડેરીમાં ડિરેક્ટર છે. જોકે છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર વિધાનસભા બેઠકની ટિકિટ ફાળવણી અંગે ચાલી રહેલી ખેંચતાણનો જાણે અંત આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે.
137-છોટાઉદેપુર વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ તરફથી પૂર્વ રેલ મંત્રી નારણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવા મજબૂત દાવેદારી નોંધાવી રહ્યા છે.
આ સ્થિતિ વચ્ચે છોટાઉદેપુરના પૂર્વ રેલ મંત્રી નારણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે મને ટિકિટ ફાળવી દીધઈ હોવાનો દાવો કર્યો હતો. સંગ્રામ રાઠવાના નિવેદન બાદ છોટાઉદેપુર બેઠકનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે.
છોટાઉદેપુર: વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા 70 અને 36 ઉમેદવારોની એમ બે યાદી જાહેર કરવામાં આવી હતી. જોકે ભાજપની યાદી જાહેર થયા બાદ હજુ સુધી કોંગ્રેસ દ્વારા તેના એકપણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -