રાજકોટ: જાહેર રસ્તા પર પૂર્વ પતિએ યુવતી પર કર્યો એસિડથી એટેક, જાણો કેમ
એસિડના કારણે ચહેરા, હાથ અને છાતીના ભાગે દાઝી ગયેલી પરિણીતા એ બૂમાબૂમ કરતા પતિ દોડી ગયો હતો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. જે દરમિયાન તે પણ હાથના ભાગે દાઝી ગયો હતો. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ દોડી જઈ યુવતીની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી.
કલ્પેશને તેની પૂર્વ પત્ની મોરબીમાં રહેતી હોવાની જાણ થતાં થોડા દિવસ પહેલા ઘરે આવી ધમકી આપી ગયો હતો. જોકે સાંજે બિનીતા શાકભાજી લઈ ઘરે જતી હતી તે દરમિયાન બાઈકમાં આવેલ પૂર્વ પતિ કલ્પેશે તેના પર એસિડ છાંટી ફરાર થઈ ગયો હતો.
મૂળ રાજકોટના બિનીતાબેનના લગ્ન 1 વર્ષ પહેલાં કલ્પેશ પટેલ નામના શખ્સ સાથે થયા હતા. લગ્નના થોડા દિવસોમાં પતિ સાથે અણબનાવ થતાં છૂટાછેડા થયા હતા જે બાદ પરિણીતાએ તેના જાણીતા મિત્ર વિશાલ શૈલેષ આડેસરાની સાથે લગ્ન કરી 8 મહિનાથી મોરબીના વાઘપરા વિસ્તારમાં ભાડે રહેતા હતા.
આ અંગે ફરિયાદ નોંધીને એટેક કરનાર પૂર્વ પતિને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. છૂટાછેડા બાદ યુવતીએ પ્રેમલગ્ન કર્યાં હોવાથી ઘટનાને અંજામ આપ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
મોરબી: મોરબીના વાઘપરા વિસ્તારમાં શેરી નંબર 9 રહેતા મૂળ રાજકોટની પરિણીતા પર તેના પૂર્વ પતિએ એસિડ એટેક કરી બાઈકમાં ફરાર થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ હતી. પરિણીતાને ચહેરા, હાથ અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતા ચીસાચીસ થતાં પતિ દોડી આવ્યો હતો અને હોસ્પિટલ લઈ ગયો હતો. જેથી પતિ પણ હાથના ભાગે દાઝી જતાં સારવાર અપાઈ હતી. પરિણીતાને વધુ સારવાર માટે રાજકોટ ખાતે રીફર કરવામાં આવી હતી.