સોમનાથ મંદિર વિવાદઃ કોંગ્રેસે તસવીર જારી કરીને કહ્યું- રાહુલ માત્ર હિન્દુ નથી, જનોઈધારી હિન્દુ છે
જણાવી દઈએ કે પીએમ મોદીએ પણ સોમનાથ મંદિરમાં રાહુલના દર્શન પર નિશાન સાધ્યું. પીએમએ કહ્યું, આજે સોમનાથ મંદિરને યાદ કરનારા પોતાનો ઈતિહાસ ભૂલી ગયા કે શું? તમારા જ પરિવારના સદસ્ય અને અમારા પહેલા પ્રધાનમંત્રી અહીંયાં પર સોમનાથ મંદિર બનાવવાના વિચારથી ખુશ નહોતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતો બીજી તરફ આ મુદ્દા પર ઉઠેલા વિવાદ પર સફાઈ આપતા કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડાએ બીજેપીના આ માટે જવાબદાર ગણાવ્યું છે. હુડ્ડાએ કહ્યું કે બીજેપી મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે આમ કરી રહી છે. તેમણે કહ્યું, સોમનાથ મંદિરના રજિસ્ટરમાં રાહુલ ગાંધીજી લખેલું દેખાય છે. જો રાહુલ પોતાનું નામ લખે, તો ખુદના નામ પાછળ ‘જી’ કેમ લગાવે.
મીડિયા રિપોટ્સ અનુસાર, રાહુલ ગાંધીના મીડિયા કોર્ડિનેટર મનોજ ત્યાગીએ સોમનાથ મંદિરના એન્ટ્રી રજિસ્ટરમાં રાહુલ ગાંધી અને અહેમદ પટેલનું નામ લખાવ્યું. આ પછી સવાલ ઉઠવા લાગ્યા કે કોંગ્રેસ ઉપાધ્યક્ષે ગૈર-હિન્દુ તરીકે એન્ટ્રી કેમ કરવી પડી.
ઉલ્લેખનીય છે કે બુધવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનીતિક સલાહકાર અહેમદ પટેલ સોમનાથ મંદિર દર્શન માટે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં લાગેલુ છે કે સોમનાથ એક હિન્દુ મંદિર છે અને ગૈર-હિન્દુ અનુમતિ લીધા બાદ જ તેમાં પ્રવેશ અને દર્શન કરી શકે છે. સાથે જ તેના માટે બનાવેલા રજિસ્ટરમાં ગૈર-હિન્દુઓએ પોતાનું નામ અને અન્ય માહિતી ભરવી પડે છે.
રાહુલ ગાંધી સોમનાથ મંદિરની મુલાકાતમાં હિન્દુ અને બિનહિન્દુ અંગેના વિવાદને વાહીયાત ગણાવતાં કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, રાહુલ ગાંધી માત્ર હિન્દુ જ નહીં, પરંતુ જનોઈ પણ ધારણ કર હિન્દુ છે. ભાજપની ઝાટકણી કાઢતાં તેમણે કહ્યું કે, ભાજપે આટલી નીચલી હદનું રાજકારણ ન કરવું જોઈએ. કોંગ્રેસે રાહુલ ગાંધીએ મંદિરના રજિસ્ટરમાં ‘અ વેરી ઈન્સ્પાયરિંગ પ્લેસ’ એવા સંદેશ સાથે નોંધ લખી હતી તેનો પુરાવો પણ રજૂ કર્યો હતો.
નવી દિલ્હીઃ કોગ્રેંસ ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સલાહકાર એહમદ પટેલ સાથે સોમનાથ મંદિરમાં પ્રવેશ કરવા સમયે રાહુલ ગાંધીના મીડીયા કોઓર્ડિનેટર મનોજ ત્યાગીએ મંદિરના બિનહિંદુના રજિસ્ટરમાં રાહુલ ગાંધી અને અહેમદ પટેલના નામની નોંધ કરી હતી. જેના કારણે રાજકીય વર્તુળોમાં વિવાદ છેડાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -