સુરેન્દ્રનગર: જિલ્લા પોલીસ વડાએ PSI અને 2 કોન્ટેબલને કેમ કર્યાં સસ્પેન્ડ, કારણ જાણીને ચોંકી જશો
ચેકપોસ્ટ અને રાજ્ય ક્રોસ કરી દારૂ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થાય અને પકડાય પણ છે. ત્યારે દરેક વખતે સ્થાનિક પોલીસનો મરો થઈ જાય છે. જેમાં સાયલા PSI તો હજુ હમણાં જ નોકરી પર આવ્યા હતા અને તાજેતરમાં જ સસ્પેન્ડ પણ થઈ ગયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાયલામાં આરઆર સેલએ દારૂની રેડ પાડી હતી. જેમાં 600થી વધુ દારૂની પેટીઓ પકડાઈ હતી. જેમાં લાખોનો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો. તેથી જીલ્લા એસ.પીએ આટલી મોટી સંખ્યામાં દારૂ પકડાતા તે વિસ્તારના પોલીસ પર લાલ આંખ કરી હતી. જેમાં સાયલા PSI પટેલ સહીત બે કોન્સ્ટેબલને જીલ્લા એસ.પીએ સસ્પેન્ડ કર્યાં છે.
સુરેન્દ્રનગરમાં સાયલાના PSI અને 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યાં હોવાનું જાણવા મળ્યું છે. સાયલામાં આરઆર સેલ દ્વારા રેડ પાડવામાં આવી હતી જેમાં 600થી વધુ દારૂઓની પેટી પકડાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -