રાહુલ ગાંધી છોટાઉદ્દેપુરમાં મહિલાઓના ટૉયલેટમાં ઘૂસી ગયા, જાણો શું હતું કારણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Oct 2017 06:14 PM (IST)
1
2
રાહુલ ગાંધી દરબાર હોલ ખાતે જેવા મહિલા શૌચાલયમાં પહોંચ્યા કે તુરંત જ એસપીજીની ટૂકડીએ મીડિયા કર્મીઓના કેમેરા બંધ કરાવી દીધા હતા. જેથી આ ઘટના તેમના કેમેરામાં કેદ ન થાય.
3
છોટાઉદેપુર: વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે ગુજરાતના મતદારોને ખેંચવા માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ગુજરાતના પ્રવાસે છે, આજે તેઓ આદિવાસી વિદ્યાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે પહોંચ્યા હતા.
4
પરંતુ મહિલા શૌચાલયનો દરવાજો ખોલતા એસપીજી અને બહાર નીકળતાં રાહુલ ગાંધી કેમેરામાં કેદ થઇ ગયા હતા. આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.
5
રાહુલ ગાંધી કાર્યક્રમ પહેલા ફ્રેશ થવા માટે મહિલા શૌચાલયનો ઉપયોગ કરી લીધો હતો. જો કે, શૌચાલય બહાર ગુજરાતીમાં બોર્ડ હોવાને કારણે આવી ચૂક થઈ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.