બનાસકાંઠા: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહારો, પૂરપીડિતોને લઈને રાહુલ ગાંધીએ શું આપ્યું નિવેદન? જાણો વિગત
રાહુલ ગાંધી નવસર્જન ગુજરાત યાત્રા દરમિયાન દાંતામાં આદિવાસી બાળકોને મળ્યા હતા. દાંતામાં પણ રાહુલ ગાંધીએ નોટબંધી, GST મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે લોકોને ફરી 15 લાખ રૂપિયા ખાતામાં જમા થયા વાળી વાતનો પ્રશ્ન પુછ્યો હતો અને મોદી સરકારમાં ગુજરાતની જનતા સાથે દગો થયો છે તેવી વાત ઉચ્ચારી હતી. તેમણે ગુજરાતમાં પરિવર્તનની જરૂર હોવાની વાત પણ પોતાના સંવાદમાં કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠા: કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ત્રણ દિવસની ઉત્તર ગુજરાતની યાત્રાપર છે. નવસર્જન ગુજરાત યાત્રાનો આ ચોથો તબક્કો છે. આજે તેમણે વહેલી સવારે અંબાજી મંદિરમાં પૂજા-અર્ચના કરી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. અંબાજી ખાતે તેમણે સોશિયલ મીડિયા અને IT ટીમ સાથે બેઠક પણ કરી હતી.
પાલનપુર પહોંચેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષે નેનોને લઈને કરેલા રોકાણને લઈને નરેન્દ્ર મોદી પર ચાબખા માર્યા હતા. કરોડો રૂપિયા નેનો માટે ફાળવ્યા પણ 500 કરોડ વાયદો કરીને બનાસકાંઠાના પૂરપીડિતોને ન આપ્યા હોવાનું જણાવ્યું હતું.
ડિસામાં રાહુલ યુવા રોજગાર સભાને સંબોધશે ત્યારબાદ માલગઢમાં માળી સમાજ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરાશે. ભીલડી ખાતે પણ 101 ભૂદેવો દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરશે. આજે રાહુલ ગાંધી થરામાં જનસભાને સંબોધશે. આ ઉપરાંત રાહુલ ગાંધી આજે ભરવાડ સમાજના વાળીનાથ મંદિરની પણ રાહુલ મુલાકાત લેશે.
રાહુલે નોટબંધીના નિર્ણયને મોદી સરકારની ભુલ ગણાવી હતી અને વધુમાં ઉમેર્યું હતુ કે સરકાર તેની ભુલ સ્વીકારતી પણ નથી. તેણે વિકાસ ગાંડો થયો છે વાળી વાતને યોગ્ય ગણાવી કહ્યું હતુ કે કોંગ્રેસ એવું કોઈ કામ નહીં કરે જેનાથી પ્રધાનમંત્રી પદની ગરીમાને ઠેસ પહોંચે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -