શંકરસિંહની પાર્ટી પાટીદારોને 25 ટકા અનામત આપશે, OBC અનામતમાં શું કરશે ફેરફાર? જાણો વિગત
આમ આદમી પાર્ટી દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, ચૂંટણીમાં ભાજપને હરાવવા તમામ પાર્ટીઓ એકમત છે પરંતુ અમારી શંકરસિંહ વાઘેલા સાથે કોઈ વાત થઈ નથી. શંકરસિંહ વાઘેલા ભાજપને હરાવવા ઈચ્છતા હોય તો 182 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવા જોઈએ તેવું પણ જણાવાયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ કોંગ્રેસ સાથે છેડો ફાડીને જનવિકલ્પ મોરચાની સ્થાપના કરનારા શંકરસિંહ વાઘેલાએ 2017ની ચૂંટણીમાં ટ્રેક્ટરના નિશાન સાથે ઝંપલાવવાની જાહેરાત કરી છે. તેમનો પક્ષ રાજસ્થાનની ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન પાર્ટી સાથે જોડાણ કરશે અને બંને પક્ષ 182 સીટ પર ચૂંટણી લડશે.
વાઘેલાએ ઓબીસી અનામતના માળખામાં ફેરફારનો સંકેત આપીને બે મોટી જ્ઞાતિને વધારે અનામત આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રની ભાજપ સરકાર પણ આ દિશામાં આગળ વધી રહી છે તે જોતાં આ મુદ્દો નવો નથી પણ ઓબીસીમાં જ્ઞાતિના આધારે પેટા-અનામતનો મુદ્દો પહેલી વાર ગુજરાતની ચૂંટણીમાં ગાજશે.
શંકરસિંહે ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કરીને પાટીદાર કાર્ડ પણ ખેલ્યું છે. તેમણે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં કહ્યું હતું કે તેમની સરકાર બનશે તો પાટીદારોને 25 ટકા અનામત આપશે. ઓબીસીને મળેલી 27 ટકા અનામતમાંથી 10 ટકા અનામત કોળી અને ઠાકોર સમાજને ફાળવવા જેવા વચનો વાઘેલાએ આપ્યા છે.
બીજી તરફ શંકરસિંહ વાઘેલાએ અરવિંજ કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરવાનો સંકેત આપ્યો છે. જો કે શંકરસિંહ વાઘેલાના ગઠબંધનને લગતા નિવેદન પર 'આપ' રદિયો આપતા જણાવ્યું કે, વાઘેલાની પાર્ટી સાથે કોઈ પ્રકારનું ગઠબંધન થયું નથી કે કોઈ વાતચીત પણ ચાલતી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -