ગુજરાતભરમાં વરસાદથી સર્જાયો આવો માહોલ, જુઓ તસવીરો
અમરેલી જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાવરકુંડલાના વિજપડીમાં આજે બે ઇંચ વરસાદ પડ્યો હતો. તો ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે ભારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢના માણાવદરમાં ખાલી 15 મિનિટમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. બોટાદમાં પણ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. પોરબંદરમાં પણ વરસાદ શરૂ થયો છે.
આજે કચ્છના નખત્રાણા, અબડાસા પંથકમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.
આજે વલસાડ, વાપી બિલાડ, સરીગામ અને ઉમરગામ સહિત જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.
અમદાવાદઃ આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના અમરેલી, પોરબંદર, જૂનાગઢ, બોટાદ સહિત મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.
દ્વારકાની વાત કરીએ તો આજે કલ્યાણપુર પંથકમાં વરસાદ પડી રહ્યો છે. કલ્યાણપુર તાલુકાના ભટિયા, મોવાણ , દાત્રાણા ગામે ધોધમાર વરસાદ શરુ થયો છે.