રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં પડ્યો કેટલો વરસાદ? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદ અવિતર વરસી રહ્યો છે, જેમાં જુનાગઢના મેંદરડામાં 5 ઇંચ, ગીર સોમનાથના વેરાવળમાં સાડા ચાર ઇંચ અને જુનાગઢના માંગરોળમાં 4 ઇંચ જેટલો વરસાદ નોધાયો છે.
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે, હવામાન ખાતાએ હજુ પણ 2 દિવસ સુધી ભારેથી અતિભાર રાજ્યમાં અનેક સ્થળોએ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત કેટલાક સ્થળોએ છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. અહીં અમે તમને છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પડેલા વરસાદના આંકડા બતાવી રહ્યાં છીએ.
આ ઉપરાંત જામનગરના કાલાવાડમાં ત્રણ ઇંચ અને ગીર સોમનાથના તલાલામાં અઢી ઇંચ, ડાંગના વઘઇમાં અઢી ઇંચ અને ગીર સોમનાથમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે.
ગીરસોમનાથના વેરાવળમાં સાડા ચાર ઇંચ, કોડિનારમાં સાડા સાત ઇંચ અને જુનાગઢના માંગરોળમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં ચાર ઇંચ, જુનાગઢના માળિયામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -