✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, અમદાવાદ, મહેસાણા, પાટણમાં પડ્યો વરસાદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Aug 2018 07:28 PM (IST)
1

અમદાવાદ શહેરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે મેઘરાજાનું આગમન થયુ હતું. શહેરના પશ્ચિમ વિસ્તારના કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. બે દિવસના વિરામ બાદ વરસાદ પડતાં વાતાવરણમા ઠંડક પ્રસરી હતી.

2

રાજ્યભરમાં ક્યાંક તડકો છે તો ક્યાંક વાદળછાયું વાતાવરણ છે. મહેસાણા, પાટણ, જેતપુર, મહિસાગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. પાટણના સિદ્ધપુર અને રાધનપુરમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.

3

મહેસાણાના ગોપી નાળામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. અનેક દિવસોના વિરામ બાદ મહેસાણા જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

4

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ છે. રાજ્યના અનેક જિલ્લામાં છુટોછવાયો વરસાદી પડી રહ્યો છે. મહેસાણામાં દિવસભરના વાદળછાયા વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે મેઘરાજાની ઘમાકેદાર એન્ટ્રી થતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં મહેસાણા અમદાવાદ હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા.

  • હોમ
  • ગુજરાત
  • સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, અમદાવાદ, મહેસાણા, પાટણમાં પડ્યો વરસાદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.