રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી બનશે વિધાનસભાના અધ્યક્ષ, આવતીકાલે ભરશે ફોર્મ
વર્ષ 2012માં ભાજપે રાવપુરા વિધાનસભા બેઠક પર તેઓને ટિકીટ આપી હતી. જેમાં તેઓ જંગી બહુમતીથી વિજયી બન્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદીને અમિત શાહની ગુડ બુકમાં સામેલ છે. અને હવે અમિત શાહના ખાસ ગણાતા વિજય રૂપાણી સીએમ બનતા તેઓને મંત્રી પદ મળ્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, 2012માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજેન્દ્ર ત્રિવેદી જયેશ ઠક્કરને હરાવી વિજયી થયા હતા. 63 વર્ષીય રાજેન્દ્ર ત્રિવેદીએ LLB સુધી અભ્યાસ કર્યો છે અને 5.80 કરોડની સંપત્તિના માલિક છે.
રાજેન્દ્ર ત્રિવેદી 2005માં વડોદરામાં કોર્પોરટેર બન્યા હતા. ત્યારથી તેઓ રાજકીય ક્ષેત્રે આગળ આવ્યા હતા. ત્યારબાદ 2002માં થયેલા બેસ્ટ બેકરી કાંડ સહિતના કેસો તેઓ લડ્યા હતા. ત્યારથી તેઓ લાઇમ લાઇટમાં આવ્યા હતા.
ઉલ્લખનીય છે કે, વકીલ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષ તરીકે ઔપચારિક જાહેરાત થઇ ગઇ છે, આવતીકાલે ત્રિવેદી ગુજરાતની 14મી વિધાનસભાના 18માં અધ્યક્ષ તરીકે ફોર્મ ભરશે. રાજુભાઈ વકીલના નામથી ફેમસ થયેલા રાજેન્દ્ર ત્રિવેદીએ તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવને હરાવી રાવપુરા બેઠક કબજે કરી હતી.
વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાયે બે મહિના કરતાં વધુ સમય થઇ ગયો છે, નવી સરકાર પણ બની ગઇ છે. હવે વિધાનસભાની કાર્યવાહી ચાલુ કરાવવા માટે અધ્યક્ષનું નામ પણ સામે આવી ગયું છે. વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે વડોદરાની રાવપુરા બેઠકના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીની પસંદગી કરાઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -