વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ તરીકે કોર્ટે ક્યા આચાર્યના દાવાને રાખ્યો માન્ય? જાણો વિગત
1984માં અજેન્દ્રપ્રસાદની ગાદીપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. અજેન્દ્રપ્રસાદને દક્ષિણ દેશ વિભાગ સત્સંગ મહાસભા દ્વારા 31 જાન્યુઆરી 2003ના દિવસે ગાદીસ્થાન પરથી પદભ્રષ્ટ કરવામા આવ્યા હતા. તેમના પર આરોપ મૂકાયો હતો કે તેઓ નિયમ પ્રમાણે પાર્ષદોને દીક્ષા નથી આપતા તથા ચરણભેટ પણ જમા નથી કરાવતા.
અમદાવાદઃ ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિને લઇને ચાલી રહેલા વિવાદમાં રાકેશ પ્રસાદની તરફેણ ચુકાદો આવ્યો છે. સત્સંગ મહાસભાએ રાકેશપ્રસાદ મહારાજની આચાર્ય પદે નિમણૂંક કરી હતી, તેને નડિયાદ સેશન્સ કોર્ટે બહાલી આપી રાકેશ પ્રસાદ જ આચાર્ય પદ પર રહેશે તેવું જણાવ્યું છે.
આચાર્ય મહારાજનું પદ સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ ધાર્મિક વડાનું પદ છે. આ પદના ભાગરૂપે આચાર્ય મહારાજ પાસે સ્વામિનારાયણ ભગવાનના જે આશ્રિત થાય છે. તેમને તે ગુરુમંત્ર ગ્રહણ કરવો પડે છે. આ વિશેષ ગુરુમંત્ર લઇ ત્રયવર્ણિત બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય-બ્રહ્મચારી સાધુ દિક્ષા લઇ શકે છે.
ચુકાદાને પગલે વડતાલ ધામમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ અંગે નડિયાદની જયુડિશીયલ કોર્ટમાં દાવો કરાયો હતો. આ દાવાના કેસ સંદર્ભે નડિયાદ ત્રીજા સિનિયર સિવિલ અને એડીશનલ ચીફ જયુડિશીયલ એમ.જી. શાહની કોર્ટમાં છેલ્લા છ માસથી ‘પર ડે’ કાર્યવાહી ચાલી રહી હતી.
દક્ષિણ ઝોન સત્સંગ મહાસભાએ એક ઠરાવ કરીને તેમને પદ પરથી હટાવી દીધા હતા. અજેન્દ્રપ્રસાદ આ મામલે કોર્ટમાં ગયા હતા. 11 જુનના દિવસે થયેલી સુનાવણી વખતે ન્યાયાધીશ રજા પર હોવાથી આ કેસની સુનાવણી 22મી જૂન પર મુલતવી રાખવામાં આવી હતી.જે બાદ 16 જુલાઈની તારીખની મુદ્દત પડી હતી.
કોર્ટના ચુકાદા મુજબ, અજેન્દ્રપ્રસાદ મંદિરમાં આચાર્ય તરીકે દરજ્જો નહિ સંભાળી શકે અને હાલના આચાર્ચ રાકેશ પ્રસાદ જ મંદિરમાં સેવા આપશે તેવું કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. વર્ષ 2003માં વડતાલ મંદિરના ગાદીપતિ એવા આચાર્ય અજેન્દ્રપ્રસાદ નરેન્દ્રપ્રસાદ પાંડેને પરંપરાની વિરુદ્ધ વર્તન કરવા બદલ પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા.
અત્યંત ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં હાઈકોર્ટ દ્વારા સમગ્ર કેસનું અવલોકન કરાયું હતું. આ વિવાદ આચાર્ય રાકેશ પ્રસાદ અને આચાર્ય અજેન્દ્ર પ્રસાદ વચ્ચે ચાલી રહ્યો હતો. બંન્ને આચાર્ય ગાદી પર પોતપોતાનો દાવો કરી રહ્યાં હતા અને પોતે જ ગાદીના ઉત્તરાધિકારી હોવાનો દાવો કરતાં મામવલો કોર્ટમાં પહોંચ્યો હતો.