રામોલ તોડફોડ કેસમાં હાર્દિક પટેલને રાહત, જામીન રદ્દ કરવાની સરકારની અરજી સેશન્સ કોર્ટે ફગાવી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે કોર્ટમાં જામીનની શરતોમાં સુધારો કરે તેવી માંગણી કરી હતી. તો બીજી તરફ સરકારે આ કેસમાં જામીનની શરતોના ભંગ બદલ હાર્દિક પટેલના જામીન રદ કરવાની અરજી કરી હતી જેને સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી પાટીદારોને અનામત, ખેડૂતોના દેવા માફી સહિતના વિવિધ મુદ્દાઓ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠો છે.
તોડફોડના મામલામાં આરોપી હાર્દિક પટેલ પર રામોલમાં પ્રવેશ નહી કરવાની શરતે આ અગાઉ કોર્ટે તેને જામીન આપ્યા હતા. પરંતુ બાદમાં હાર્દિકે સામાજિક કારણોસર રામોલમાં તેને જવું જરૂરી હોવાથી કોર્ટમાં રજૂઆત કરી હતી.
રામોલ તોડફોડ કેસમાં હાર્દિક પટેલને જામીન મળશે કે રદ થશે તેના પર આજે સેશન્સ કોર્ટે ચૂકાદો આપતા સરકારની અરજીને ફગાવી દીધી છે, એટલે કે હાર્દિક પટેલના હવે જેલમાં નહીં જાય અને ઉપવાસ ચાલુ રાખી શકશે. હાર્દિક પટેલના ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. રામોલ તોડફોડ કેસમાં. જામીનની શરતોમાં સુધાર કરવા અંગેની હાર્દિકની અરજી તેમજ હાર્દિક પટેલના જામીન રદ કરવાની સરકારની અરજી પર આજે મોટો ચૂકાદો આવ્યો છે.
અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલને સેશન્સ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે, સરકાર તરફથી હાર્દિકના જામીન રદ્દ કરવાની અરજીને સેશન્સ કોર્ટ ફગાવી દીધી છે, સાથે રામોલમાં પ્રવેશ કરવાની હાર્દિકની અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -