પાલનપુરઃ યુવતી સાથે લગ્નનું નાટક કરી બાંધ્યા સેક્સસંબંધ, સાધ્વી જયશ્રીએ કરી મદદગારી
પીડિતાએ ગઈ કાલે મોડી રાત્રે પાલનપુર મહિલા પોલીસ સ્ટેશનમાં પ્રવિણ જોશી સામે પહેલા મૈત્રી કરાર અને પછી લગ્નનું નાટક રચીને યૌન શોષણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ યૌન શોષણ કરનાર પ્રવિણની મદદગાર આરોપી તરીકે જયશ્રી અને ચિરાગનું નામ આપ્યું છે.
આટલેથી ન અટકતા પીડિત યુવતીને સમાધાન માટે બોલાવી તેની પાસેથી મકાનના અસલ દસ્તાવેજ છીનવી લીધા હતા અને માર મારીને ત્યાંથી કાઢી મૂકી હતી. આ અંગે પીડિતાએ ગઈ કાલે મોડી રાત્રે ફરિયાદ કરતાં મહિલા પીએસઆઇએ તપાસ શરૂ કરી છે.
પાલનપુરઃ મુક્તેશ્વર મઠની મહામંડલેશ્વરની સાધ્વીના એક પછી એક કૃત્યો સામે આવી રહ્યા છે. ત્યારે ગઈ કાલે એક યુવતીએ યૌન શોષણની ફરિયાદ કરી છે, તેમાં પણ સાધ્વી જયશ્રીગીરી અને તેના સાગરીત ચિરાગ રાવલની સંડોવણી બહાર આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, પાલનપુરની પરિણીતાએ પ્રવિણ જોશી સાથે મૈત્રી કરાર કર્યા હતા. આ પછી પ્રવિણે યુવતી સાથે લગ્નનું નાટક રચીને સેક્સ સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, પીડિત યુવતીનુ મકાન, દાગીના અને રોકડ સહિત વીસ લાખ પડાવી લીધા હતા.