અમેરિકા લઈ જવાની લાલચ આપી માસીની દીકરી પર વારંવાર બળાત્કાર, તરછોડાયેલી યુવતીએ શું કર્યું?
વલસાડ: સગી માસીની દીકરીને દમણ લઈ જઈને યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બહાર આવી છે. વલસાડનો યુવક માસીની દીકરીને દમણ મિત્રો સાથે ફરવા જવાનું કહીને લઈ ગયો હતો અને ત્યાં દારૂ પીવડાવીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. આ પછી યુવકે માસીની દીકરીને અમેરિકા લઈ જવાની લાલચ આપી હતી અને તેની સાથે વારંવાર સેક્સ સંબંધો બાંધ્યા હતા અને બંને પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા હતા. જોકે, હવે માસીના દીકરાએ તેને તરછોડી દેતા યુવતી પોલીસના શરણે આવતાં સમગ્ર ઘટના બહાર આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન રાહુલે પ્રિયંકાને તરછોડતાં તે નાસીપાસ થઈ ગઈ હતી અને તેણે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેને હોસ્પિટલ ખસેડતા તે બચી ગઈ હતી. હવે આ યુવતી રાહુલે કરેલા અન્યાય સામે પોલીસના શરણે આવી છે. પ્રિયંકાએ રાહુલ સામે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે 21 વર્ષીય પ્રિયંકા(નામ બદલ્યું છે)એ બીએસસી સુધી અભ્યાસ કર્યો છે અને વલસાડ તાલુકાના એક ગામમાં રહે છે. જેને તેના માસીના દીકરા રાહુલે મિત્રો સાથે ફરવા આવવાનું કહ્યું હતું. જે અંગે તે રાજી થતાં તેને મિત્રો વગર જ દમણ લઈ ગયો હતો. જ્યાં એક હોટલમાં તેને દારૂ પીવડાવીને તેને સાથે સેક્સ સંબંધ બાંધ્યા હતા. આ અંગે પ્રિયંકાએ રાહુલને કહેતા રાહુલે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને અમેરિકા લઈ જવાની અને લગ્ન કરવાની લાલચ આપી હતી. આથી પ્રિયંકા તેના સંબંધથી રાજી થઈ ગઈ હતી અને બંનેના સંબંધો પતિ-પત્ની જેવા થઈ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -