દમણમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર, લોકોએ મચાવ્યો હોબાળો
આ ભાળને આધારે તપાસ કરતાં લોકોનું ટોળું શોધખોળ કરતાં રેહાન બાળકી સાથે મળી આવ્યો હતો, ત્યારે આ ટોળું જોઇને ડરી ગયેલો રેહાન બાળકીને રસ્તે છોડી દોડીને ઘરમાં ધૂસી ગયો હતો. માસૂમ બાળકી સાથે બદકામની ઘટના બહાર આવતા જ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. લાંબા સંઘર્ષ પછી પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ઘરી હતી. હાલ પીડિત બાળકીને યોગ્ય સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ દમણમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર પાડોશીએ બળાત્કાર ગુજારતાં હોબાળો મચી ગયો હતો. પાડોશીએ બાળકીને ચોકલેટ આપવાને બહાને ઉપાડી જઇ બળાત્કાર ગુજાર્યો હતો. બુધવારની મોડી સાંજે બનેલી આ ઘટના બાદ પીડિત બાળકીને લોહીલૂહાણ હાલતમાં સારવાર માટે સુરત સિવિલ ખસેડવામાં આવી હતી. લોકોએ માસૂમ બાળકીને લઈને ફરી રહેલા યુવકને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. બીજી તરફ પોલીસની શંકાસ્પદ કામગીરીથી ખફા થયેલા લોકોએ હોબાળો મચાવતાં પોલીસ હરકતમાં આવી હતી.
આ અંગેનવી વિગતો એવી છે કે, આ માસૂમ બાળકી અને તેના શ્રમજીવી માતા-પિતા ફાર્મ હાઉસમાં કામ કરે છે. આ ચાર વર્ષીય બાળકી બુધવારની સાંજે ઘર બહાર રમી રહી હતી. ત્યાર બાદ અચાનક ગુમ થઇ ગઇ હતી. શોધખોળ પછી પણ બાળકીનો પત્તો ન લાગતાં તેઓ ફરિયાદ કરવા જઈ રહ્યા હતા, ત્યારે જ પાડોશમાં રહેતો રેહાન નામનો યુવાન બાળકીને લોહી લુહાણ હાલતમાં લઇને ફરતો હોવાની જાણકારી મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -