સોમનાથ ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ધ્રુવના 105 વર્ષ પહેલાનું સૌથપ્રથમ ખેડાણ યાદ કરાયું
વેરાવળઃ 105 વર્ષ પહેલા 14 ડિસેમ્બરના દિવસે બ્રિટીશ કેપ્ટન રોબર્ટ સ્કોટ દ્વારા દક્ષિણ દ્રુવ સુધીનું સફળ ખેડાણ કરવામાં આવ્યું હતું જે સંદર્ભે આજે દક્ષિણ ધ્રુવના આ પ્રથમ ખેડાણ અને સોમનાથ મંદિરમાં આવેલ દક્ષિણ ધ્રુવ સુધી અબાધિત પાણી દર્શાવતા સ્તંભને યાદ કરવામાં આવ્યા હતા. આજે સોમનાથમાં દક્ષિણ ધ્રુવ સ્તંભ પર ધજા લગાડીને તેનું ખાસ સ્મરણ કરવામાં આવ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ ધ્રુવ અને શ્રી સોમનાથ મંદિર વચ્ચે અજોડ નાતો છે. કહેવાય છે કે મહાદેવ માટે કશુ જ અશક્ય ન હોય એ વાત દક્ષિણ ધ્રુવ સુધી અબાધિત પાણી દર્શાવાતો સ્તંભ પરથી સાબિત થાય છે. સોમનાથ શિવલિંગના સ્થાનેથી દક્ષિણધ્રુવ પર્યન્ત અબાધિત જ્યોતિમાર્ગ છે. અરબીસમુદ્ર (રત્નાકર) અને દક્ષિણ ધ્રુવસાગર વચ્ચે ક્યાંય જમીન આવતી નથી, માત્ર પાણી જ છે.
ભારતીય વૈજ્ઞાનિકોએ આ વાતની સચોટ ચકાસણી પણ કરી છે. આ તીર્થસ્તંભ પ્રાચીન છે અને ભારતીયોના ખગોળશાસ્ત્ર અંગેના ઊંડા જ્ઞાનનું પ્રતિબિંબ છે. વળી આ જ સ્થળેથી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સમુદ્ર જળ હાથમાં લઈ સોમનાથના નવનિર્માણની પ્રતિજ્ઞા કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -