વાપી: સહકારી બેંકના પટાવાળાએ સભાસદની પત્નીને અશ્લિલ ફિલ્મ મોકલી, પછી શું થયું? જાણો વિગત
પીએસઆઈએ જણાવ્યું હતું કે, આ મામલો પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો, પરંતુ બંને પક્ષોએ અંદરો અંદર સમાધાન કરી લીધું હતું જેથી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. સમાધાનના કારણે હવે પોલીસનો કોઈ રોલ રહેતો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે પણ આ મામલાને ગંભીરતાથી લઈ તમામ રજૂઆતો સાંભળી હતી. આ બબાલમાં રાજકીય આગેવાનો પડતાં આખરે સમાધાન થઈ ગયું હતું અને પટાવાળા સામે કોઈ કાર્યવાહી થઈ ન હતી. સદનસીબે આ મામલામાં વાત સોશિયલ મીડિયા સુધી પ્રસરી ન હોવાના કારણે આરોપી તથા ફરિયાદ પક્ષની ઈજ્જત બચી જવા પામી છે.
કાર લોનની બાકી રકમ માટે મોબાઈલ નંબર મેળવ્યાં બાદ તે રાતથી જ પટાવાળાએ સભાસદની પત્નીને મેસેજો મોકલવાના શરૂ કરી દીધાં હતાં. ત્યાર બાદ વીડિયો કોલ અને ત્યારબાદ બ્લ્યૂ ફિલ્મનો વીડિયો મોકલતાં મહિલા ચોંકી ગઈ હતી અને તરત જ તેના પતિને જાણ કરતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
એક ગ્રામ્ય સભાસદે જિલ્લાની અગ્રણી સહકારી બેંકમાંથી કાર લોન લીધી હતી. લોનની રકમ બાકી રહેતાં રિક્વરી માટે બેંકની એક ટીમ સભાસદના ઘરે પહોંચી હતી. ત્યારે સભાસદ ગેરહાજર હોવાથી રિક્વરી અંગે કોઈ કામગીરી થઈ શકી ન હતી. પરંતુ બેંકમાંથી રિક્વરી માટે ગયેલી ટીમમાંથી એક પટાવાળાએ સભાસદની પત્નીનો નંબર મેળવ્યો હતો.
ત્યાર બાદ તેની મતી મારી જતાં તેણીને જાતજાતના મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું હતું. એક ડગલું વધી વીડિયો કોલિંગ તેમજ બિભત્સ વીડિયો મોકલી દેતાં આખરે આ મહિલાએ પોલીસને જાણ કરી હતી. પરંતુ રાજકીય આગેવાનોએ દરમિયાનગીરી કરતાં આખો મામલો થાળે પડ્યો હતો.
વાપી: જિલ્લાની એક સહકારી બેંકના પટાવાળાની હરક્તોનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. થોડા દિવસ પહેલાં કાર લોનની રિક્વરી માટે બેંકની એક ટીમ સભાસદના ઘરે ગઈ હતી. જોકે, આ સભાસદ ભાઈ ગેરહાજર હોવાથી ટીમના સભ્ય એવા પટાવાળાએ સભાસદની પત્નીનો મોબાઈલ નંબર મેળવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -