કચ્છના સામખીયાળીમાં મોડી રાત્રે લૂંટ, સોની વેપારીઓને માર મારી 2 કિલો સોનું લઈ ગયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Oct 2016 08:26 AM (IST)
1
2
બંને લૂંટારુઓ અલગ કારમાં આવ્યા હતા. કારના ડ્રાયવર્ણને પણ ઇજા પહોંચી છે. બંને ઇજાગ્રસ્તો વેપારીઓને ભચાઉ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઘટના બાદ પોલીસે નાકાબંધી કરીને ભાગી છૂટેલા લૂંટારૂઓને ઝડપી પાડવા પ્રયાસો શરુ કર્યા છે આ બનાવની જાણ થતા સામખીયાળીની ડીવાયએસપી રાકેશ દેસાઈ અને પોલીસ અધિકારીઓ દોડી ગયા છે.
3
રાજકોટ: કચ્છના ભચાઉ નજીક રાજકોટના બે સોની વેપારીને માર મારીને લાખોની કિંમતનું સોનુ લૂંટી લેવાયુ છે. ભચાઉ પોલીસના જણાવ્યા મુજબ કચ્છના ભચાઉના વોંધ અને હોટલ આશિષ વચ્ચે રાજકોટના વેપારી હર્ષદભાઈ ગૌતમભાઈ આડેસરા અને મધુરેશભાઈ ગૌતમભાઈ આડેસરાની કારને ઉભી રાખીને બંનેને ઢોર માર મારીને લોહી લુહાણ કરી બે કિલો સોનુ લૂંટી લેવાયું હતું.