સેલવાસઃ જંગલમાં કપલ અંગતપળો માણી રહ્યું હતું ને અજાણ્યા શખ્સો આવી ચડ્યા, યુવતીને જમીન પર પાડી દીધી......
કુલ 58 સેકન્ડનો આ વીડિયોમાં કપલ અને 3 યુવકો અને ચોથો યુવક જે વિડીયો બનાવે છે એ જણાઈ આવે છે ગ્રીન કલરની ટી સર્ટ પેરેલ યુવક યુવતી સાથે અડપલાં કરે છે. યુવતી એનાથી બચવાનો પ્રયાસ કરે છે. દાનહ પોલીસ વિભાગે આવા અપરાધીઓ વિરુધ્ધ કાયદાકીય કાર્યવાહી કરાવી જોઈએ એવી માંગ લોકોમાં ઉઠવા પામી છે. જોકે, દાનહ પોલીસ આ ઘટનાથી અજાણ છે.
ગત શનિવારે ખાનવેલથી સેલવાસ તરફ કપલ આવી રહ્યું હતું, ત્યારે સાતમાળિયા નજીક યુવતીને ટોયલેટ માટે જવાનું થતા બાઈક રસ્તે ઉભું રાખી યુવતી રોડ નજીક જંગલમાં ટોયલેટ માટે ગઈ હતી. યુવતીએ પરિચીતને નજીક રહેવા જણાવ્યું હતું. આ સમયે જ કેટલાક યુવકો અચાનક ત્યાં આવી પોહચ્યાં હતા અને કપલ સાથે દુરવ્યવહાર કરવા લાગ્યા હતા તેમજ એક યુવક યુવતી સાથે છેડતી કરવા લાગ્યો હતો.
વલસાડઃ દાનહના સાતમાળિયા નજીક કેટલાક અસામાજિકતત્વોએ કપલ પાસે રૂપિયા પડાવી યુવતીની છેડતીનો વીડિયો વાયરલ કરી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે, જેમાં મહિલા સાથે સામુહિક બળાત્કાર થયા છે. એકાંતમાં કપલને જોઈ બ્લેકમેલ કરતા કેટલાક તત્વો પ્રદેશમાં સક્રિય થયા છે.
વીડિયો પ્રમાણે યુવકોએ પૈસાની માંગણી કરતા ગભરાયેલા ભાઈએ એક હજાર રૂપિયા આપ્યા હતા. આ પછી ચાર જેટલા યુવકો યુવતી સાથે જબરજસ્તી કરવા લાગ્યા હતા. વીડિયોમાં સંભળાતા સંવાદ પ્રમાણે પેલા ભાઈ બોલે છે - શું થયું પછી યુવકો બોલે છે- અહીંયા તમે શું કરો છો. આટલું બોલી યુવતીને જમીન પર જબરજસ્તી સુવડાવવાનો પ્રયાસ યુવકોએ કર્યો.
બીજી તરફ પેલા ભાઈએ પોતાની ઓળખ આપી જવા દેવા કહ્યું. યુવકોએ રૂપિયાની માંગણી કરતાં પેલા ભાઈએ રૂપિયા કાઢી યુવકને આપ્યા એ સમયે મહિલા બોલે છે રૂપિયા લો અને અમને જવાદો. ત્યાર બાદ વારલી ભાષામાં બીજા સાથી યુવકોએ પણ રૂપિયાની માંગણી કરી, એ સમયે મહિલા મને જવાદો તમને રૂપિયા આપે છે એવું કહી રહી છે, તેમ છતાં યુવતીને યુવક છોડતો નથી.