કચ્છી યુવકની પાકિસ્તાની પત્નિને સાસરામાં જવા પર પ્રતિબંધ, જાણો શું છે કારણ
પાલેજાએ એક અંગ્રેજી અખબારને મુલાકાત આપતા જણાવ્યું છે કે આ ખરેખર અજીબ છે, ઑથોરિટી પાસે મારી પત્નીને કચ્છમાં એન્ટ્રી ન કરવા દેવાનું કોઇ કારણ નથી. કચ્છ એમપી વિનોદ છાવડાએ ઇન્ડિયન હાઈ કમિશ્નરને પાકિસ્તાની નાગરિકોને ભૂજ જિલ્લામાં રહેવા માટે અનુમતિ પત્ર લખ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાલેજાએ કહ્યું કે હારી-થાકીને અમારે એક હોટલમાં રોકાવું પડ્યું, આ બહું જ અઘરું હતું, કારણ કે મારા પરિવારને પણ મારા સાસરીવાળા સાથે હોટલમાં જ રોકાવું પડ્યું. પાકિસ્તાનમાં ઑફિસ ઑફ હાઇ કમિશ્નર ઑફ ઇન્ડિયાએ સૂચિત કર્યું છે કે પાકિસ્તાની પત્ની અને તેમના પરિવારને કચ્છની બહાર જ કયાંય રોકાવું પડશે. તેમણે બીજા કોઇપણ જિલ્લામાં રહેવા માટે કહેવાયું છે.
જ્યારે સિદ્રા અને તેનો પરિવાર આઠ મહિના પહેલાં ભારત આવ્યો હતો તો તેમના વીઝા એ શરત પર મંજૂર કરાયા હતા કે તેઓ ગમે ત્યાં રોકાઈ શકશે પરંતુ કચ્છમાં નહીં. તેમના પરિવારે મોરબીમાં રોકાવાનું નક્કી કર્યું, પરંતુ હવે કોઇ ઘર પણ મળતું નથી. કોઇપણ પરિવાર તેમને ઘર આપવા માટે તૈયાર નથી, કારણ કે તેઓ પાકિસ્તાની હતા.
અમદાવાદઃ અલ્તાફ પાલેજા ગુજરાતના કચ્છ જિલ્લાનો રહેવાસી છે, પરંતુ તેની પત્નીને તેના જ ઘરમાં જવા દેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કારણ એ છે કે અલ્તાપની પત્ની પાકિસ્તાની છે. જેના કારણે અલ્તાફનીપત્ની સિદ્રાએ મોરબની એક હોટલમાં રોકાવું પડ્યું છે. બે દેશો વચ્ચે ચાલી રહેલ તણાવની સ્થિતિ એ છે કે પત્ની સિદ્રાને પાકિસ્તાની નાગરિક હોવાના લીધે તેમણે કચ્છમાં આવવા દીધી નહીં, જ્યાં તેનો શૌહર અને તેનો પરિવાર રહે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -