ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, જાણો શું છે કારણ અને ક્યારે ક્યાં પડશે ધોધમાર વરસાદ?
એજ રીતે ઉત્તર પ્રદેશ ઉપર લોપ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. સિસ્ટમ મધ્ય પ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. બન્ને સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય થતા ગુરુવારથી રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. વધુમાં 14થી 16 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. વધુમાં હાલ અમદાવાદ સહિત રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. જેના કારણે તાપમાનમાં ઘટાડો થવાની સાથે ભેજનું પ્રમાણ વધતા ઠંડક પ્રસરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App16મી જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી જ્યારે 16મી જુલાઈએ સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, કચ્છ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે14 અને 15 જુલાઈના રોજ દાહોદ, છોટાઉદયપુર, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, ખેડા-આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, જામનગર, દિવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
રાજસ્થાનમાં અપર એર સર્ક્યુલેશન સર્જાતા આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે. તેમાં પણ સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબકશે. રાજસ્થાનમાં અપર એર સર્ક્યુલેશન સર્જાતા હવામાન વિભાગે આ આગાહી કરી છે.
અમદાવાદ: મેઘરાજાએ પહેલી સીઝનમાં ધમાકેદાર એંટ્રી કર્યા બાદ આજે ફરી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મેઘરાજાએ પહેલી સીઝનમાં ધમાકેદાર એંટ્રી કર્યા બાદ વરસાદે વિરામ લેતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -