જેમના વીજ જોડાણો કપાઈ ગયા છે તેમના માટે રાજ્ય સરકારે શું કરી જાહેરાત, જાણો
રાજ્યના અંદાજે 6 લાખ કરતા વધુ વીજ ગ્રાહકોને આ યોજના નો લાભ મળશે અને લગભગ 113 કરોડથી વધુની રકમ ની વ્યાજ માફી સરકાર આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅન્ય તમામ કક્ષાના વીજ ગ્રાહકો જો 3 માસની અંદર મુદ્દલ ની સંપૂર્ણ રકમ ભરે તો વ્યાજ માં પુરેપુરી માફી મળશે.
મુખ્યમંત્રીએ ઘર વપરાશના વીજ ગ્રાહકો (બી.પી એલ અને એ.પી.એલ )જો 3 માસ ની અંદર મુદ્દલ ની રકમ ભરી દે તો મુદ્દલની રકમ માં 50ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફી અપાશે. ખેતીવાડી ગ્રાહકોને પણ આ જ પ્રકારે જો 3 માસની અંદર મુદ્દલ ની રકમ ભરી દે તો મુદ્દલ ની રકમ માં 50 ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફી નો લાભ સરકાર આપશે.
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યમાં કાયમી ધોરણે કપાયેલાં વિવિધ કક્ષાના વીજ જોડાણો વાળા ગ્રાહકો ની બાકી લેણી રકમ પ્રત્યે ઉદાર અભિગમ થી માફી યોજના 2017 અન્વયે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -