લીમખેડા: ધોરણ 10ની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં કર્યો આપધાત, ગળાફાંસા પહેલા ચિઠ્ઠી લખી, ચિઠ્ઠીમાં શું લખ્યું, જાણો કારણ

લીમખેડા જનરલ બીટ-2ના ઈન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ શંકરભાઇને આ ઘટનાની તપાસ સોંપવામાં આવી હતી. મૃતકના કપડાંની તપાસ દરમિયાન મોનિકાના સ્વેટરના ખિસ્સામાંથી પોતાના મિત્રોના નામ લખેલી એક ચીઠ્ઠી મળી આવી હતી. ઘટના પાછળ ઘુંટાતા રહસ્યનો આ ચીઠ્ઠી પર્દાફાશ કરે તેમ જણાઈ રહ્યું છે.
આદર્શ નિવાસી શાળામાં છાત્રાલયના ઈન્ચાર્જ વોર્ડન એકતાબેન પટેલ તથા આત્મહત્યા કરનાર મોનિકા ડામોરની સાથે છાત્રાલયમાં રહેતી ધોરણ 10ની વિદ્યાર્થિની સોનલ ભાભોરે જણાવ્યું હતું કે મોનિકાને માથામાં તથા પેટમાં દુ:ખતું હોવાથી તે શાળામાં આવી નહોતી. તે છાત્રાલયના રૂમમાં જ આરામ કરતી હતી. છાત્રાલયના રૂમમાં આવ્યા ત્યારે સવારે 10.30 કલાકે મોનિકાને ગળેફાંસો ખાધેલી સ્થિતિમાં જોઈ અમે લોકોએ બુમાબુમ કરી હતી.
આદર્શ નિવાસી શાળાના આચાર્ય એસ.સી.વસૈયાએ જણાવ્યું હતું કે, સવારે 10.30 કલાકે રિશેસ પડતાં મોનિકા સાથે રહેતી વિદ્યાર્થીઓ તથા વોર્ડન છાત્રાલયમાં ગયા હતા. ત્યારે તેના રૂમનો મુખ્ય દરવાજો બંધ હતો. અન્ય દરવાજેથી વિદ્યાર્થીનીઓ રૂમમાં ગઈ ત્યારે મોનિકાને ગળેફાંસો ખાઈ લટકતી જોઈ ચીસાચીસ કરી મૂકી હતી. જેથી હું દોડીને ગયો હતો. ત્યાર બાદ આ બનાવ અંગે પિતા-પોલીસને જાણ કરી હતી.
પરંતુ તે પહેલાં જ તેનું પ્રાણપંખેરૂ ઉટી ગયું હતું. તાત્કાલિક અસરથી મૃતકનાં પરિવારને તથા લીમખેડા પોલીસ મથકમાં બનાવની જાણ કરવામાં આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે જરૂરી તજવીજ હાથ ધરી હતી.
સવારે આઠેક વાગે કોઈ અગમ્ય કારણોસર મોનિકા ડામોરે ખંડમાં લગાવેલા સીલીંગ ફેન ઉપર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવી દેતાં સમગ્ર કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી. શાળાના આચાર્ય શિક્ષકો, વોર્ડન વિગેરે બનાવની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. તેમજ ફાસો ખાધેલ સ્થિતિમાં લટકતી મોનિકા ડામોરને તાત્કાલિક નીચે ઉતારી હતી.
મોરવા હડફ તાલુકાના માતરીયા ગામમાં રહેતા અને વડોદરા જીલ્લાના સાવલી જેટકો કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતાં સોરમભાઇ લાલાભાઈ ડામોરની 17 વર્ષિય પુત્રી મોનીકા ડામોર લીમખેડાની આદર્શ નિવાસી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી અને શાળાના છાત્રાલયમાં જ રહેતી હતી. શુક્રવારે મોનીકા ડામોર પેટ અને માથું દુ:ખતું હોવાથી શાળામાં અભ્યાસાર્થે ગઈ નહોતી. જેથી તે છાત્રાલયના ખંડમાં એકલી રોકાઇ હતી.
લીમખેડા: લીમખેડા આદર્શ નિવાસી શાળાના છાત્રાલયમાં રહેતી ધોરણ 10ની વિદ્યાર્થિનીએ સવારે છાત્રાલયના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્ય કરતાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવના પગલે આદર્શ નિવાસી શાળા કેમ્પસમાં ગમગીની છવાઈ ગઈ હતી. વિદ્યાર્થીના પિતાની ફરિયાદને પગલે લીમખેડા પોલીસે અકસ્માતે મોત મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.