કોંગ્રેસના 28માંથી 27 સભ્યોની પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, કઈ પાલિકામાં રોષ બહાર આવ્યો, જાણો વિગત
પાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલ પર મુકેલા આરોપોમાં તેઓને ડભોઇ નગરનાં વિકાસમાં રસ નથી અને તેઓને વહીવટી જ્ઞાન ન હોવાને લીધે નગરનો વિકાસ તેઓથી થઈ શકે તેમ નથીનાં કારણો દર્શાવી પાલિકાનાં ઓફીસ સુપ્રિટેન્ડન સામે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅવિશ્વાસની દરખાસ્તમાં 4 અપક્ષ સભ્યોમાંથી 3 સભ્યોનો ટેકો મળતા કુલ 36 સભ્યોમાંથી 30 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકતા આગામી 15 દિવસમાં ખાસ મીટિંગ બોલાવવામાં આવશે.
પરંતુ બે જ વર્ષમાં નગર પાલિકામાં કોંગ્રેસમાં ભડકો થયો છે અને કોંગ્રેસના કુલ 28 સભ્યોમાંથી 27 સભ્યોએ મહિલા પ્રમુખની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી અવિશ્વાસનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે.
જ્યારે, ભાજપના 4 અને અપક્ષ 4 સભ્યો ચૂંટાયા હતા. પ્રજાએ ખોબે ખોબે મત આપીને કોંગ્રેસને સત્તા આપતા કોંગ્રેસના મોવડીઓએ પ્રથમ અઢી વર્ષની ટર્મમાં પ્રમુખની સીટ મહિલા જનરલ કેટેગરી માટે અનામત હોવાને કારણે દક્ષાબેન પટેલને પ્રમુખ બનાવ્યા હતા.
ડભોઇ નગર પાલિકામાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ પટેલનો પરાજય થયો હતો. ચૂંટણી પુરી થતાંની સાથે જ ડભોઇ નગર પાલિકામાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોનો રોષ બહાર આવ્યો છે. ડભોઇ પાલિકાના વર્ષ-2015માં ચૂંટણી યોજાઈ ત્યારે કુલ 36 સીટમાંથી કોંગ્રેસના 28 સભ્યો ચૂંટાયા હતા.
વડોદરા: વડોદરા જિલ્લાની ડભોઇ નગર પાલિકામાં કોંગ્રેસના સભ્યોમાં અસંતોષનો ઉકળતો ચરૂ શાંત પાડવામાં કોંગ્રેસના મોવડીઓ નિષ્ફળ જતાં આખરે સભ્યોએ ધીરજ ગુમાવી છે અને નગર પાલિકાના મહિલા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -