✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક પટેલને રાજદ્રોહ કેસમાંથી બચાવવા કયા સાથીઓએ કર્યો શું બચાવ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jan 2018 10:32 AM (IST)
1

પાટીદાર અનામત આંદોલન દ્વારા હાર્દિક પટેલ દ્વાર રાજ્ય સરકારની સત્તા ઉથલાવવા કે રાજ્ય સામે યુદ્ધે ચડવાના ઈરાદે કોઈ જ પ્રવૃત્તિ કરી નથી કે તે દરમિયાન તેણે કોઈ ભડકાઉ કે રાજ્યની શાંતિ ડહોળાય તેવા કોઈ ભાષણો કે નિવેદનો પણ આપ્યા નથી. આ સંજોગોમાં તપાસનીશ એજન્સીમના આરોપો ટકતા જ નથી કે જેનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

2

તેમણે કહ્યું હતું કે, અરજદાર હાર્દિક પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કોઈ પણ પ્રકારે બનતો નથી કારણ કે તેને પ્રસ્થાપિત કરતાં કોઈ જ આધાર-પુરાવા કે તથ્યો રેકર્ડ પર નથી. વાસ્તવમાં તપાસનીશ એજન્સી દ્વારા રાજકિય કિન્નાખોરી રાખી હાર્દિક પટેલને સમગ્ર કેસમાં સંડોવી દેવાયો છે.

3

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજદ્રોહના ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ એવા કેસની સુનાવણી આજે સેશન્સ કોર્ટમાં હાથ ધરાઈ હતી જે દરમિયાન આરોપી હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને કેતન પટેલ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહ્યા હતાં. કેસની સુનાવણી દરમિયાન આરોપી હાર્દિક પટેલના વકીલ તરફથી અગત્યની દલીલોનો પ્રારંભ કરાયો હતો.

4

વાસ્તવમાં સમગ્ર કેસમાં હાર્દિક પટેલને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે. સરકારની સત્તા ઉથલાવવાના કે રાજ્ય સામે યુદ્ધે ચડવાના આરોપમાં પણ કોઈ તથ્ય નથી. આરોપી પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ કોર્ટે કેસની વધુ સુનાવણી 16 જાન્યુઆરી પર મુકરર કરી હતી.

5

હાર્દિક પટેલના વકીલ તરફથી એવી મહત્વની રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી કે હાર્દિક પટેલ દ્વારા ગુજરાતની શાંતિ ડહોળાય તેવા કોઈ નિવેદનનો ઉશ્કેરીજનક ભાષણ કરવામાં આવ્યા નથી, જે પ્રકારના આરોપો ફરિયાદમાં લગાવવામાં આવ્યા છે. તેવા કોઈ કૃત્યોમાં હાર્દિકની સંડોવણી નથી.

6

અમદાવાદ: છેલ્લા 2 વર્ષથી વધારે સમયથી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવનાર પાટીદાર અનામત આંદોલનના રાજદ્રોહના કેસમાં પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને કેતન પટેલ સેશન્સ કોર્ટ સમક્ષ હાજર થયા હતા.

  • હોમ
  • ગુજરાત
  • હાર્દિક પટેલને રાજદ્રોહ કેસમાંથી બચાવવા કયા સાથીઓએ કર્યો શું બચાવ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.