ગુજરાતમાં જીતવા માટે આનંદીબેનને જ બનાવવા જોઈએ CM ઉમેદવાર: કોણે આપ્યું આ નિવેદન?
બીજેપીના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીનું મોટુ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે ગુજરાતમાં જીત માટે પૂર્વ સીએમ આનંદીબેન પટેલને જ બીજીવાર સીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજેપીએ ગુજરાતમાં હજુ સુધી સીએમ ઉમેદવારની જાહેરાત નથી કરી. અત્યારે વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી અને નીતિન પટેલ ડેપ્યુટી મુખ્યમંત્રીની ખુરશી સંભાળી રહ્યા છે.
નવી દિલ્હી: ગુજરાતમાં ચૂંટણીને લઈને બીજેપીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં રેલી પણ કરી ચૂક્યા છે. જ્યારે ગુજરાત બીજેપીના પ્રભારી અરુણ જેટલી પણ રોડ શો શરૂ કરીને પોતાનું કામ શરૂ કરી દીધું છે. આ દરમિયાન બીજેપીના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે ગુજરાત જીત માટે પૂર્વ સીએમ આનંદીબેન પટેલને જ બીજીવાર સીએમ ઉમેદવાર બનાવવા જોઈએ.
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યું હતું કે પૂર્વ સીએમ આનંદીબેન પટેલની લોકપ્રિયતા ગુજરાતમાં ઝડપથી વધી રહી છે. મને લાગે છે કે બીજેપીની આસાન જીત માટે આપણે તેમણે સીએમ ઉમેદવાર બનાવવા જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -