સુરત: PNBમાં કરોડોનું કૌભાંડ આચરનાર નિરવ મોદી હીરા બિઝનેસમાં ઘણાંને ડૂબાડશે! જાણો કારણ
જોકે માર્કેટમાં 120 દિવસનું માલનું રેફરન્સ પર ધિરાણ આપવામાં આવતું હોય છે. દિવાળી પછી માર્કેટ સ્થિર છે. પરંત માર્ચ પછી ખરેખર સ્થિત જાણી શકશે. જોકે વિશ્વાસ પર ચાલતાં હીરા બજારમાં એકાદ વ્યક્તિ દ્વારા ચિટીંગ થતી હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાદ ગુજરાતીએ જણાવ્યું હતું કે નિરવ મોદીના કૌભાંડના કારણે મુખ્યત્વે બેંક બિઝનેસ રિસ્ટ્રીક્ટ થશે. નાના માણસોને ધિરાણ મેળવવામાં તકલીફ થશે. મુખ્યત્વે નાના ઉદ્યોગકારને આપવામાં આવતું ધિરાણ સેઈફ હોય છે.
હાલ ઉદ્યોગ સ્થિર છે પરંતુ હીરા બજારમાં 120 દિવસની ચાલતી સાઈકલ પ્રમાણે માલ ધિરાણ પર આવવામાં આવે છે. હાલ લગ્નસરાંની સીઝન ચાલી રહી છે. ત્યારે માર્કેટમાં ખરીદીનો માહોલ છે. માર્ચ મહિના બાદ માર્કેટમાં ફરી ઉઠમણાં થાય તેનો ભય જોવા મળી રહ્યો છે.
સુરતના ઉદ્યોગકારો પાસેથી પોલિશ્ડ ડાયમંડ પર નિરવ મોદી મેળવતો હતો. જેના કારણે શહેરના ઉદ્યોગકારોનું પણ મોટું પેમેન્ટ ફસાયું હોવાની શક્યતા છે. બીજી તરફ નિરવ મોદીએ આચરેલા કૌંભાડના કારણે શહેરના હીરા ઉદ્યોગકારોને બેંક પાસેથી લોન મેળવવી વધુ મુશ્કેલ બનશે.
હીરા બજારના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નિરવ મોદી જ્યાં સુધી સામે નહીં આવે ત્યાં સુધી ઈન્ડસ્ટ્રીના કેટલાં રૂપિયા ફસાયા છે તે જાણવું મુશ્કેલ છે.
છેલ્લા કેટલાંક મહિનાથી જીએસટીની સમસ્યામાંથી હેરાન થયા બાદ હાલ હીરા ઉદ્યોગની ગાડી માંડ-માંડ સ્થિર થઈ હતી ત્યાં પીએનબીના 11 હજાર કરોડથી વધુના કૌંભાડમાં સુરત-મુંબઈના પણ હીરા ઉદ્યોગકારોના રૂપિયા નિરવ મોદીએ ડુબાડ્યા હોવાની ચર્ચા શરૂ થઈ ચૂકી છે.
સુરત: રૂપિયા 11 હજાર કરોડથી વધુનું પીએનબીમાં કૌંભાડ આચરનાર નિરવ મોદીએ સુરતની સાથે મુંબઈના હીરા ઉદ્યોગકારોના પણ કરોડો રૂપિયા ડુબાડ્યા હોવા અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. નિરવ મોદી જ્યાં સુધી સામે નહીં આવે ત્યાં સુધી ક્યા ઉદ્યોગકારના કેટલાં રૂપિયા ફસાયા તે રહસ્ય રહેશે. શહેરના ડાયમંડ બજારમાં 120 દિવસના અપાતાં હીરાના ધિરાણના કારણે માર્ચ બાદ માર્કેટમાંથી ઘણાં નિરવ મોદી બહાર આવે તેવી શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -