સુરતઃ ધનિક સસરાએ પૂત્રવધુને કહ્યું, ‘તારો પતિ નામર્દ છે, તેનાથી કંઈ નહીં થાય, હું તને સંતોષ આપીશ’
સુરત: સુરતમાં એક ધનિક પરિવારમાં સસરાએ જ પોતાની પુત્રવધૂ પર સેક્સ માણવા દબાણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. વેસુમાં આવેલા ધનિક પરિવારમાં સસરાએ વહુ પાસે અઘટીત માંગણી કરીને તેનું ફેસબુક અને વોટ્સએપ એકાઉન્ટ હેક કરીને વારંવાર શરીર સબંધ બાંધવા દબાણ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરિણીત યુવતીએ તેનો પતિ નાની નાની વાતે મહેણાંટોણાં મારી માનસિક ત્રાસ આપવા સાથે મારઝૂડ કરી શારીરિક અત્યારચાર પણ ગુજારતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. બનાવ અંગે ભોગ બનનાર પરિણીત મહિલાએ પતિ, સસરા, કમલેશ ભગત અને સોનિયા નામની મહિલા સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
સસરા સામે આક્ષેપ કરતાં યુવતીએ એવો ઉલ્લેખ કર્યો છે કે, તેના સસરાએ તેની સાથે સેક્સ માણવા દબાણ કરીને એવું કહ્યું હતું કે, ‘તારો પતિ નામર્દ છે, તેનાથી કંઈ નહીં થાય, હું તને સંતોષ આપીશ’. સોનીયા નામની એક મહિલાએ પણ તેણીને છુટાછેડા લેવા માટે દબાણ કરી વોટ્સએપ પર અશ્લીલ મેસેજ કર્યા હતાં.
સસરાએ મહિલાની સરનેમ પણ બદલી કાઢી પછી પરિણીત મહિલાના પતિના પરિચીત કમલેશ ભગતે ગરબા ક્લાસમાં તેના ફોન વડે તેણીનું શૂટિંગ કર્યું હતું અને વારંવાર પીછો પણ કર્યો હતો. આ ઉપરાંત સોનિયા નામની એક મહિલાએ પીડિતાને વોટ્સએપ પર ગંદા મેસેજ કરીને તેના પતિથી છૂટાછેડા લઈ લેવા દબાણ કર્યું હતું.
પતિ દ્વારા વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ તો અપાતો જ હ. તો તે પછી એના સસરાએ મહિલાને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરીને ફેસબુકનું એકાઉન્ટ હેક કરીને તેમાં મહિલાનું મેરેટીયલ સ્ટેટ્સ સિંગલ તથા ડિવોર્સી લખીને પ્રોફાઈલ ફોટો પણ બદલી કાઢ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, વેસુના ધનિક પરિવારની પરિણીત યુવતી પોતાના સસરાની ગંદી નજરનો શિકાર બની હતી. જેના કારણે ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું હતું. સસરા દ્વારા ઘરમાં યુવતીને હેરાન કરવામાં આવતી અને તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવતી હતી. સસરા ઘરમાં પોતાના પુત્રની પત્નીને ખરાબ નજરે પણ જોતા હતાં.
પરિણીત યુવતીની ફરિયાદ છે કે, તેને 2014થી ઘરમાં હેરાન કરવામાં આવે છે. પરિવારજનોએ તેણીનું ફેસબુક એકાઉન્ટ હેક કરીને ગંદા ફોટા અપલોડ કરી અશ્લીલ કોમેન્ટ લખી હતી. ખટોદરા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -