અમરેલીમાં સુરતીએ બનાવ્યું 'ગોલ્ડન વિલેજ', જાણો કોણ કરશે ઉદ્ધાટન
આજે સરદાર પટેલ જન્મજંયતિ છે. ‘ગોલ્ડન વિલેજ રફાળા’ના અનેકવિધ પ્રકલ્પોનો ગ્રામાર્પણ સમારોહ યોજવામાં આવ્યો છે. આ વિલેજનું મોરારીબાપુના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવા કટાર લેખક અને વક્ત જયા વસાવડા સાકારિત સ્વપ્નનો પરિચય આપશે. આ ઉપરાંત અન્ય મહેમાનો પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
સુરત: સુરતમાં રહેતા એક વ્યક્તિએ પોતાના વતનમાં 'ગોલ્ડન વિલેજ'નું નિર્માણ કર્યું છે. સુરત પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ અને વિશ્વ ગુજરાતી સંસ્થા સાથે જોડાયેલા સવજીભાઇ વેકરિયા મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલા રફાળા ગામના વતની છે. તેમણે રફાળામાં ગેટ વે ઓફ ઈન્ડિયા, લાડલી ભવન, સરદાર ગેટ, ગાંધી ગેટનું નિર્માણ કર્યું છે.
વેકરિયાએ 20 વર્ષ પહેલાં સેવેલું સપનું સાકાર કરવા રફાળાને ગોલ્ડન વિલેજ બનાવ્યું છે. તે પણ સરકારની આર્થિક મદદ વિના વિકસાવ્યું છે. તેનું ઉદ્ઘાટન જાણીતા રામકથાકાર મોરારિ બાપુ 31 ઓક્ટોબરે કરશે. આ એવું ગામ છે જ્યાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ તો ખૂણે-ખૂણે દેખાય જ છે સાથે તમામ આધુનિક સુવિધાઓ પણ વિકસવવામાં આવી છે.
ગામની વિશેષતા એ છે કે ચારેબાજુ ચાર દરવાજા ફરતી કોટ મુખ્ય દરવાજાનું નામ અમર જવાન જ્યોતિ જે દિલ્હીના ગેટવે ઓફ ઇન્ડિયાની પ્રતિકૃતિ છે જે હિન્દુસ્તાનની સૈનાના પરમવીર ચક્ર વિજેતાઓને સમર્પિત છે. બીજો લાડલી ગેટ ગામમાં જન્મેલી તમામ દીકરીઓને સમર્પિત છે.ત્રીજો ગાંધીગેટ છે. ચોથો સરદાર ગેટ. બધા જ દરવાજાઓ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ દરવાન, હાથી અને સ્ત્રીઓના સ્ટેચ્યુ છે. છ મહિનામાં તૈયાર કરેલા રફાળાનું લોકાર્પણ 31 ઓક્ટોબર સરદાર જયંતિના દિવસે કથાકાર મોરારિબાપુના હસ્તે અનેક મહાનુભાવોની હાજરીમાં થશે.
બેટી બચાવો ઝુંબેશને પ્રોત્સાહન આપતા લાડલી ભવનનું 151 સર્વ જ્ઞાતિની દીકરીઓના હાથે ખાતમુહૂર્ત કરાયું. સાસરે જતી ગામની દરેક દીકરીના થાપા ત્યાં જોવા મળશે તેની સાથે આર્ટ ગેલેરી તૈયાર કરાઈ છે. ગામમાં થયેલા કામોના ફોટોગ્રાફ ગામની મુલાકાતે આવેલા વિશિષ્ટ વ્યક્તિની યાદગીરી દીકરીના જન્મથી સાસરે જાય ત્યાં સુધીનાં ચિત્રો હશે.
નામ અને પ્રસિદ્ધિથી હંમેશા દૂર રહેવા માગતા સવજીભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે મારા પૂર્વજોની યાદમાં મારે કંઈક કરવું જોઈએ. તેવી ભાવનાથી અને ગ્રામજનોનો સહકાર હતો. તેથી શક્ય બન્યું છે. ખર્ચ કેટલો થયો તે નહીં પૂછો તો સારૂં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -