ફાજલ શિક્ષકોને લઈને સરકારે કરી મહત્ત્વની જાહેરાત, જાણો
અમદવાદાઃ રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોમાં વહીવટી કર્મચારીઓની જરૂરિયાત હોય પરંતુ ન ભરાયેલી જગ્યા પર અન્ય સ્કૂલોમાં વહીવટી કર્મચારી તરીકે ફરજ બજાવી રહેલા ફાજલ શિક્ષકોને અગ્રતા ક્રમે કામગીરીના સ્થળના ફેરફાર અંતર્ગત મૂકવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યુ છે કે,' રાજ્યમાં હાલમાં ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોમાં ધોરણ 9થી 12માં વ્યવસાયલક્ષી પ્રવાહના ફાજલ શિક્ષકો, ઈન્સ્ટ્રક્ટરો તેમજ ધો 8 ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જતા ફાજલ ચિત્ર, વ્યાયામ, સંગીત શિક્ષકો તેમજ અન્ય સંવર્ગના કર્મચારીઓ પણ મોટાભાગે ક્લાર્કની જગ્યા પર ગોઠવાયા છે. હાલમાં 50 ટકા ક્લાર્કની જગ્યા ફાજલ શિક્ષકો અને ઈન્સ્ટ્રક્ટરોથી ભરવામાં આવેલ છે. જે અંતર્ગત પ્રકારની રજૂઆત કરાતા કાર્યવાહી કરાઈ છે.'
અમદાવાદ શહેર માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ વહીવટી કર્મચારી સંઘ પ્રમુખ યોગેશ મિશ્રએ આ અંગે એક અખબારને જણાવ્યું છે કે, 'અમદાવાદ સહિત રાજ્યમાં આવેલી ધોરણ 9થી 12ની ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોમાં વહીવટી કર્મચારીઓના પોસ્ટિંગમાં ફેરફાર બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યના અગ્ર શિક્ષણ સચિવ, કમિશનર ઓફ સ્કૂલ તેમજતમામ જિલ્લાઓના ડીઈઓને પત્ર લખવામાં આવ્યો હતો. જેના પગલે કાર્યવાહી કરવામાં આવી છે.'
શિક્ષણ વિભાગે આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોની ખાલી જગ્યા પર પણ ચિત્ર, વ્યાયામ, સંગીત, વ્યવસાયલક્ષી પ્રવાહના શિક્ષકોને મૂકવા માટે જણાવાયું છે.