ધનસુરાઃ પરણીત સગીરાને વાત્રક નદીની કોતરમાં લઈ જઈ ભુવાએ બાંધ્યા શારીરિક સંબંધ, જાણો વિગત
માલપુર પોલીસે તપાસ કરતાં ભોગબનનાર પરિણીતા ઓછી ઉંમરમાં જ પરણાવી દેવાઈ હોવાનો ભાંડો ફૂટ્યો છે. ભોગ બનનાર સગીર હોવાથી પોલીસે બળાત્કાર ઉપરાંત પોક્સોનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસગીરાને જે ભુવામાં અતૂટ શ્રદ્ધા હતી તે જ હવસખોર ભુવાએ બળાત્કાર કરતાં ભોગ બનનાર યુવતીએ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ભુવા કાન્તિભાઈ અરજણભાઈ ભરવાડ (રહે.રમાણા, તા.ધનસુરા) વિરૃદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અરવલ્લીઃ મૂળ સંતરામપુરની અને અરવલ્લીમાં પરણાવેલી સગીરાને ભુવાએ વિધિ કરવાના બહાને માલપુરની વાત્રક નદીની કોતરમાં લઈ જઈને બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે સગીરાએ પોલીસ ફરિયાદ કરતાં માલપુર પોલીસે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગત ર૧મી માર્ચે પીડિતાને કોઈ સમસ્યા ઊભી થતાં ભુવા કાન્તિભાઈ ભરવાડનો સંપર્ક કરતાં તેમણે પરણીતાને પતિ સાથે માલપુરની વાત્રક નદીમાં વિધિ માટે બોલાવી હતી. અહીં સગીરાના પતિને મોડાસાની માઝૂમ નદીમાં પાણી અર્પણ કરવા માટે મોકલ્યા પછી ભુવાની દાનત બગડતાં કોતરમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, સંતરામપુરની સગીરાના સાસરીવાળા ધનસુરા તાલુકાના રમાણાના અને ભુવાપણું કરતા કાન્તિભાઈ ભરવાડ ઉપર શ્રદ્ધા ધરાવતા હોવાથી અવાર-નવાર પરિણીતા પરિવારમાં સુખ-શાંતિ માટે ભુવા પાસે પતિ સાથે જતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -