યુવતી સાથે શિક્ષક રંગરેલિયા મનાવતો હતો ને પત્નીએ પતિને રંગેહાથ ઝડપી પાડ્યો પછી શું થયું, જાણો વિગત
વલસાડ: દક્ષિણ ગુજરાતના ધરમપુરના એક ગામમાં પરિણીત શિક્ષકે ગામની જ કુંવારી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને ઘરમાં તેની સાથે રંગરેલિયા મનાવતો હતો. જ્યારે શિક્ષક યુવતી સાથે રંગરેલિયા મનાવતો હતો તે દરમિયાન તેની પત્ની અને પરિવારજનો આવી પહોંચ્યો હતો અને તેને ઝડપી પાડ્યો હતો ત્યાર બાદ તેને મેથીપાક ચખાડ્યો હતો. હાલ આ ઘટના તાલુકામાં ચર્ચાનો વિષય બની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધરમપુર તાલુકાના લાકડમાળને અડીને આવેલા એક ગામમાં શિક્ષક પિતા અને માતા સાથે રહેતો યુવક હાલમાં રહેઠાણવાળા ગામની નજીકમાં જ આવેલા એક ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
ગામમાં રહેતી એક કુંવારી 18 વર્ષીય યુવતી સાથે આંખો મળી જતાં શિક્ષક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યાર બાદ બન્નેએ લગ્ન કરી લીધાં હતાં.
યુવકે પત્નીને અંધારામાં રાખીને તેના જ ગામના અન્ય ફળિયામાં રહેતી એક 25 વર્ષીય કુંવારી યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બન્ને એકબીજાને મળતાં હતાં. જેની ગામના લોકોને પણ ખબર પડી ગઈ હતી.
શિક્ષક અને કુંવારી યુવતી રંગરેલિયા મનાવતા હતા. આ અંગેની વાત ઊડતી-ઊડતી પત્નીને ખબર પડી ગઈ હતી ત્યાર બાદ પત્નીએ પતિને આ અંગે વાત કરી તો પતિએ વાત ખોટી કહી વાતને ઉડાવી દીધી હતી.
જોકે પત્નીને શંકા હતી જેના કારણે પત્નીએ તેના માતા-પિતા સહિતના પરિવારજનોને કરી હતી ત્યાર બાદ પરિવારજનોએ વોચ ગોઠવી હતી. જોકે શિક્ષક અને યુવતી એકબીજાને મળતાં હતા.
એક દિવસ યુવતાના ઘરે શિક્ષક તેની સાથે રંગરેલિયા મનાવતો હતો તે જ દિવસે પત્નીને તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ રોષે ભરાયેલ પત્નીએ પત્નીની ધોલાઈ કરી હતી. ત્યાર બાદ યુવતીને પિતાએ જમાઈ સામે લેખિતમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -