'DSPને કહેજો કે દારૂના અડ્ડા બંધ નહીં કરાવો તો પપ્પા સોટી લઈને આવશે ને મારશે', ગુજરાતના ક્યા MLAની ઓડિયો થઈ વાયરલ?
અલ્પેશે આસેડામાં સભામાં કહ્યું કે, આ ડીએસપીને કહેજો કે પપ્પા આવ્યા હતા અને અડ્ડો બંધ કરાવવાનું કહી ગયા છે નહીંતર પપ્પા છોડશે નહીં સોટી લઇને આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલ્પેશ ઠાકોરના જિલ્લા પોલીસવડા સામેના વ્યક્તિગત આક્ષેપોને લઇ ધારાસભ્યને આ ભાષા શોભે કે કેમ તેવા સવાલો ઉઠ્યા હતા. એસપી નિરજ બડગુર્જરે જણાવ્યું હતું કે ‘આ મામલે હું કંઇ પણ કહેવા માંગતો નથી.’
હું બડગુર્જરના નામ જોગ કહું છું આ ડીએસપીને કહેજો કે પપ્પા આવ્યા હતા અને અડ્ડો બંધ કરાવવાનું કહી ગયા છે નહીંતર પપ્પા છોડશે નહીં સોટી લઇને આવશે. અલ્પેશ ઠાકોરની આ વિડીયો ક્લિપ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ હતી.
ડીસાઃ અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી બાદ હવે કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ વાણીવિલાસ કર્યો છે. સોમવારે ડીસાના આસેડા ગામે એક ચૂંટણી સભાને સંબોધતા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે બેફામ વાણીવિલાસ કરતા ડીસીપી પર ગંભીર આક્ષેપો કર્યો છે. જિલ્લાના પોલીસ વડા નિરજ બડગુજર છે, જેને દારુના અડ્ડાઓને લઇને અલ્પેશે આડેહાથે લીધા હતા.
અલ્પેશે ગંભીર આક્ષેપો કરતા ડીએસપીને કહ્યું કે, મેં એવું સાંભળ્યું છે કે, તમારો ડીએસપી બહુ હપ્તા લે છે. એને એવું છે કે, બાપા બીજા નહીં આવે પણ આ સવાયો બાપ અહીં આવ્યો છે અને એના હું છોતરા કાઢીશ. કારણ કે મને એવું હતું કે આ ઇમાનદાર છે પણ મારો બેટો ભોળો ચહેરો કરી અને મહિને 42 લાખનો હપ્તો લે છે બુટલેગરો જોડેથી.
નોંધનીય છે કે, આગામી 21 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન યોજાવાનું છે, જેમાં કોંગ્રેસ માટે પ્રચાર અર્થે અલ્પેશ ઠાકોર આસેડા ગામે આવ્યા હતા, ત્યાં તેમને જણાવ્યુ કે ‘બનાસકાંઠા જિલ્લામાં 15 એપ્રિલથી અંબાજીથી વ્યસનમુક્તિ અર્થે દારૂ બંધ કરાવવા તમારી વચ્ચે આવવાનો છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -